________________
સ્મૃતિ
પ્રભુ પરમાત્માની સ્મૃતિ જ મારી બીજી કોઈ પણ સ્મૃતિ મારી નથી. મારી સ્મૃતિમાં બીજું કશું નથી
ઈન્દ્રિયોનાં વિષયોની સ્મૃતિ મારી નથી. અનાદિથી ઈન્દ્રિયોને જ જાણ્યો માણ્યો વિષયોને જ ભોગવ્યા છે એટલે સ્મૃતિમાં આવી જાય
પ્રભુ પરમાત્માની સ્મૃતિ જ મારી બીજી કોઈપણ સ્મૃતિ મારી નથી. મારી સ્મૃતિમાં બીજું કશું નથી
ઘર, કુટુંબ, સંસારની સ્મૃતિ મારી નથી બધાયે તો આ જ યાદ રાખ શીખવાડ્યું પુરાણી આદતો, વિપરીત અભિપ્રાયોની સ્મૃતિ આવી જાય
પ્રભુ પરમાત્માની સ્મૃતિ જ મારી બીજી કોઈ પણ સ્મૃતિ મારી નથી. મારી સ્મૃતિમાં બીજું કશું નથી
રાગાદિ ભાવોની સ્મૃતિ મારી નથી. અનાદિથી એ જ ભાવોને છે વેદયો સમયે સમયે જણાતું જ્ઞાન સ્મૃતિમાં આવી જાય
160