________________
શબ્દો ને હું
શબ્દો પણ ત્રિકાળી છે એની રચના નથી, હું પણ ત્રિકાળી છું મારી પણ રચના નથી તો પછી મારામાં ને શબ્દોમાં શું સંબંધ ? ઉપદેશરૂપ શબ્દોને ઉપદેશ આપનાર સાથે મારો સંબંધ કેવો ? ને કેવી રીતે ?
શબ્દો પણ ત્રિકાળી છે એની રચના નથી, હું પણ ત્રિકાળી છું મારી પણ રચના નથી હું છું જ્ઞાનસ્વરૂપ જાણવું મારો જ કામ છે, હું શબ્દોને પણ જાણું છું, તો પછી હું શબ્દોને જાણું કે શબ્દો વડે મને જાણું?
શબ્દો પણ ત્રિકાળી છે એની રચના નથી, હું પણ ત્રિકાળી છું મારી પણ રચના નથી મારા જ તત્સમયના જ્ઞાનની, મને જ જાણવાની યોગ્યતા પ્રગટે છે ત્યારે આવો જ સત ઉપદેશનું હોવાપણું છે આવો જ સંબંધ પણ છે
શબ્દો પણ ત્રિકાળી છે એની રચના નથી, હું પણ ત્રિકાળી છું મારી પણ રચના નથી જાણું છું, તો જ હું અંતરમાંથી શબ્દોનાં ભાવને પકડી સ્વભાવમાં જ ઠરી જાઉં છું એવો જ શબ્દો સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે
શબ્દો પણ ત્રિકાળી છે એની રચના નથી, હું પણ ત્રિકાળી છું મારી પણ રચના નથી મારો એક સમયનો જ્ઞાન, સ્વપરપ્રકાશી મને જાણે, ને શબ્દો એમાં આવા જ જણાય. ત્રિકાળ જ્ઞાન સાથે મારા જ્ઞાનનો તાદાભ્ય સંબંધ છે
157