________________
।
પ્રસંગ
મારા જીવનનો મોટામાં મોટો મહાનત્તમ પ્રસંગ કયો? શું છે ? મનુષ્યભવમાં કરવા જેવો, ક્યો તે આવો પ્રસંગ જે મારા આ ભવને અને સગળા ભવોને સફળ કરે
આ એક જ પ્રસંગ, મારા પોતાના નિજસ્વભાવ શુદ્ધ નિર્મળ પરિપૂર્ણ, અભેદ, અખંડ, રૂપને જ જાણવું દેખવું એમાં જ એકાગ્ર થવું એ જ મહાન પ્રસંગ કરવાનો છે
અહોભાગ્ય જાગ્યો, અનંત કાળ પછી ગુરુ મળ્યા ને આવો પ્રસંગ મળ્યો હવે તો આ જ મારો વિષય, આ પ્રસંગની જ નિરંતર તૈયારીઓ, ધૂમ ને ધામ, સદૈવ રણકાર છે
પ્રસંગની મહાનતા અવશ્ય ભાસે, રુચિ ને લગની થી આવો જ પ્રસંગ કરવા જેવો, માણવા જેવો ને આવા પ્રસંગની જ તૈયારીઓમાં જોર શોર છે
હવે કોઈ લબ્ધિની રાહ નથી, ને જ્યારે થવાનું હશે ત્યારે જ થશે એવી ઉદાસી પણ નથી અંતરમાં એક અજબ જેવી તૈયારીઓ, ઉત્સાહ ઉમંગ ભરપૂર છે
153