________________
જીવ તું જાણ
આ વસ્તુ મારી આ તારી, આ કાંઈ જ્ઞાન નથી વસ્તુ તો વસ્તુની જ વસ્તુમાં જ છે, આ જ્ઞાન છે આ ઈષ્ટ, આ અનિષ્ટ કાંઈ જ્ઞાન નથી આજે જે ઈષ્ટ કાલે અનિષ્ટ થતો જણાય છે આજે જે મારા માટે ઈષ્ટ એજ જ કાલે મારા માટે અનિષ્ટ રૂપે પણ જણાય છે
તો પછી જ્ઞાન શું છે? જ્ઞાન તો જેમ છે એમ જ, ને જેનું છે એનું જ જાણનાર છે મારું દ્રવ્ય એક અભેદ, અખંડ, ત્રિકાળ છે હું જાણનાર એક, અનંત ગુણો મારામાં છે. હું જ્ઞાયક ભાવ ટકેલ, પરિણમતો છું આવો મારો આનંદ, શાંતિમય, સ્વભાવ છે
આનાથી મારામાં કાંઈ ઓછું કે અધિક નથી. આનાથી મારામાં કાંઈ વિપરીત પણ નથી. આમાં કાંઈ પણ સંશયનો સ્થાન નથી આવો નિર્વિકલ્પ જ્ઞાન મારો વિતારાગમય પ્રગટ મારા સ્વરૂપને જ પ્રસિદ્ધ કરનારો છે
147
-