________________
પ્રકાશકીય
જૈન સંઘના જાણીતા તત્ત્વચિંતક અને ધ્યાનસાધક પરમ પૂજ્ય મુનિરાજશ્રી અમરેન્દ્ર વિજયજી મહારાજની જ્ઞાન પ્રસાદીરૂપે તૈયાર થયેલું આ નાનકડું પરંતુ યોગ-ધ્યાનના સાધકો માટે ખૂબ જ મહત્ત્વનું પુસ્તક ચિત્ત ધૈર્યની કેડીઓ આજથી ૧૫ વર્ષ પૂર્વે અમે પ્રગટ કર્યું હતું જે જીજ્ઞાસુઓ અને સાધકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યું હતું.
છેલ્લા ઘણા વર્ષોથી આ પુસ્તક અલભ્ય હતું. જીજ્ઞાસુઓ તરફથી એની માંગ ચાલુ જ હતી. આજે સુધારા-વધારા સાથે આ પુસ્તકની નવી આવૃત્તિ પ્રગટ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. આ પુસ્તકમાં જેમની અનુભવ વાણી અક્ષરદેહે પ્રગટ થઈ છે તે અધ્યાત્મયોગી પૂજ્ય ગુરૂદેવ શ્રી અમરેન્દ્ર વિજયજી મહારાજ આજે ક્ષરદેહે આપણી વચ્ચે નથી પરંતુ જીવનની દીર્ઘ સાધનાના નિચોડરૂપે તેમણે રચેલા અનેક મનનીય ગ્રંથો રૂપે અક્ષરદેહે તો તેઓ સદા ચિરંજીવ રહેશે.
તેઓશ્રીના દિવ્ય આત્માને ભાવભરી વંદના સાથે આ પુસ્તકના પ્રકાશનમાં તન, મન, ધનથી સહયોગી થનાર સર્વેના અમે આભારી છીએ.
ટ્રસ્ટી મંડળ - પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ