________________
परिशिष्ट-१
१११
દેહસ્થ યોગી(જેઓ શરીર માટે યોગનો આશરો લે છે) દ્રવ્યથી યોગી મનાયા છે.જેઓ દેહાતીત છે તેઓ જ ભાવથી(સાચા) યોગી છે(૩૭)
(મનની) ચિંતા અને (શરીરની) ચેષ્ટાનો ત્યાગ કરવાથી અનાયાસે પોતાના સ્વરૂપમાં લય થાય છે. તેનાથી શુભ અશુભ કર્મોનો ક્ષય થાય છે.(૩૮)
જેને આ સંસારમાં ઇન્દ્રિયોના શુભ અશુભ વિષયો પર વૈરાગ્ય જન્મે છે તેનું મન આત્મામાં તરત જ લીન બની જાય છે.(૩૯)
રાગ દ્વેષ વિગેરે દોષો મનના ધર્મો કહ્યા છે. મનનો નાશ થતા નિશ્ચિતપણે તેમનો નાશ થઈ જાય છે(૪૦)
મમત્વ બંધનું કારણ છે એમ જાણીને યોગી સર્વ ભાવોમાં મમતારહિત અને વિકલ્પ વિનાનો બની જાય છે.(૪૧)
આ આત્મા જ્ઞાન સ્વરૂપ છે. તેના બંધ અને મોક્ષ નથી. તે નિરપેક્ષ છે,સદા સાક્ષી છે, સ્વભાવથી નિર્વિકાર છે.(૪૨)
ક્રમે કરીને અભ્યાસ દ્વારા આત્મનિષ્ઠ યોગીનું બાહ્ય ભાવ વિષેનું સ્મરણ ઓછું થતું જાય છે. તેનું મન શૂન્ય બને છે.(૪૩)
જેના મનમાં હર્ષ કે શોક નથી,જે દરેક સ્થળે સમાન વૃત્તિ ધરાવે છે તે (યોગી) શુદ્ધ ચેતનાની સમાધિમય અવસ્થામાં ધ્યેય(આત્મા) સ્વરૂપ જણાય છે.(૪૪) - જ્યારે કોઈ વ્યક્તિ પોતાના શરીરથી પોતાના આત્માને જૂદા જૂએ ત્યારે સાચી રીતે યોગ(ધ્યાન)નો વિધિ જન્મે છે.(૪૫)
મન જ્યારે સર્વ દ્વન્દ્રોથી વિમુક્ત થઈ નિર્વિચાર બને છે ત્યારે સ્પૃહાનો નાશ થવાથી અનાયાસે મુક્તિ થાય છે.(૪૬)
બધા જ બાહ્ય ભાવોનું વિસ્મરણ થવાથી સંસાર વૃક્ષનું મૂળ નાશ પામે છે. તે સાથે જ યોગી ભવવનથી મુક્ત બને છે, તેનો સંસારમાં જન્મ થતો નથી.(૪૭)
જે ફળની ઇચ્છા રાખ્યા વિના કર્મ કરે છે તેની બધી જ વૃત્તિ શાંત થઈ જાય છે.તેથી તેનું મન વિકલ્પ રહિત બને છે અને પોતાની મેળે જ આત્મામાં લીન બની જાય છે.(૪૮)