________________
प्रकाशकीय.
પરમાત્મા શ્રી મહાવીરદેવે જગતને બે અણમોલ ભેટ આપી. અહિંસા અને અનેકાંત. ભગવાનનો ઉપદેશ આગમ અને શાસ્ત્રોના માધ્યમે જનસામાન્ય સુધી પહોંચ્યો. આગમ અને શાસ્ત્રો જૈનધર્મની આધારભૂમિ છે, એટલું જ નહીં પરમાત્માનો અમૂલ્ય વારસો છે. પરમાત્માના નિર્વાણ પછી હજાર વરસ બાદ આગમો અને શાસ્ત્રો લખાયા. શરૂમાં તાડપત્ર પર લખાયા, ત્યારબાદ કાગળ પર લખાયા. આજે જૈન સમાજ પાસે લગભગ પંદરહજાર શાસ્ત્રોની દસ લાખ હાથેથી લખેલી =હસ્તલિખિત) પ્રતો છે. મુદ્રણયુગ શરૂ થતા આગમ અને શાસ્ત્રો છપાવા લાગ્યા.
લેખન અને મુદ્રણ દરમ્યાન આગમ અને શાસ્ત્રોમાં માનવના સહજ સ્વભાવવશ ભૂલથી અશુદ્ધ પાઠોનો પ્રવેશ થયો. આજે જે શાસ્ત્રો મુદ્રિત છે તેમાંથી મોટા ભાગના શાસ્ત્રોનું સંશોધન અપેક્ષિત છે, જે માત્ર પ્રાચીન હસ્તપ્રતોના આધારે જ શક્ય છે.
શ્રુતભવન’ આ દિશામાં કાર્ય કરે છે. પ્રાચીન હસ્તપ્રતોના આધારે સંશોધન કરવું એ તેનું મુખ્ય લક્ષ્ય છે. સાથે જ જે શાસ્ત્રો આજ સુધી મુદ્રિતરૂપે ઉપલબ્ધ નથી તેનું પ્રકાશન કરવાનું પણ ધ્યેય ધરાવે છે.
પ.પૂ.આ.દેવ.શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજીમ.ના શિષ્યરત્નો પૂ.મુનિશ્રી વૈરાગ્યરતિવિજયમ. અને પૂ.મુનિશ્રી પ્રશમરતિવિજયમ.ના દિશાદર્શન અનુસાર આ કાર્ય વેગથી આગળ વધી રહ્યું છે. કાર્યની વિશાળતા, મહત્તા અને ઉપયોગીતાને જોતાં વિશેષજ્ઞ પંડિતોની નિયુક્તિ પણ કરવામાં આવી છે.
જે શાસ્ત્રો ગૃહસ્થ ઉપયોગી છે તેમનો સરળ સારાંશ ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં પ્રસ્તુત કરવાની પણ નેમ છે.
શ્રુતસેવાના આયોજનના પહેલા ચરણ રૂપે “પ્રશમરતિ પ્રકરણની સંશોધિત આવૃત્તિ સંઘ સમક્ષ મૂકતાં અમને અપાર આનંદની લાગણી થાય છે. શ્રીસુરત તપગચ્છ રત્નત્રયી આરાધક સંઘે જ્ઞાનનિધિમાંથી આ પ્રકરણ પ્રકાશિત કરવાનો લાભ લીધો છે અને તેની હાર્દિક અનુમોદના કરીએ છીએ.
પૂજય મુનિશ્રી વૈરાગ્યરતિવિજયમ. એ અપાર મહેનતથી આ શાસ્ત્રનું સંપાદન કર્યું છે.
શ્રુતભવન સંશોધન કેન્દ્રના સહાયકો શ્રી અમિત ઉપાધ્ય, શ્રી સુકુમાર જગતાપની મહેનત પણ ધન્યવાદ પાત્ર છે. અક્ષર યોજના માટે શ્રી અખિલેશમિશ્રાએ ઉઠાવેલ શ્રમ ખૂબ પ્રશંસાપાત્ર છે.
શ્રુતભવન સંશોધન કેંદ્ર, પુણેની સંપૂર્ણ ગતિવિધિઓના મુખ્ય આધારસ્તંભ માંગરોળ (ગુજરાત) નિવાસી શ્રી ચંદ્રકલાબેન સુંદરલાલ શેઠ પરિવાર અને ભાઈશ્રી (ઈન્ટરનેશનલ જૈન ફાઉન્ડેશન, મુંબઈ) પરિવારના અમે હંમેશા ઋણી છીએ. તા. ૨૭-૭-૧૧
- ભરતભાઈ શાહ
માનદ અધ્યક્ષ