________________
मुक्तिवादः
सम्बन्धेन कुत्राप्यनुत्पत्तेरशरीरस्यापि तत्सम्भवात् । न चैवमन्यदापि शरीरं विनाऽनवच्छिन्नज्ञानं स्यादिति वाच्यम् । शरीराघटितज्ञानसामग्र्यास्तत्त्वज्ञानघटितत्वात् । न च जन्यज्ञानस्य मोक्षरूपत्वे तन्नाशेऽपि मोक्षोऽपि निवर्तते इति वाच्यम् । तत्तज्ज्ञानव्यक्तिनिवृत्तावपि सुखसाक्षात्कारधाराया अनिवृत्तेरित्याहुः ।
ન્યાયમતમાં (જ્ઞાન અને શરીરના કાર્યકારણભાવમાં) નિત્ય એવા ઈશ્વરજ્ઞાનના વ્યાવર્તન માટે જન્યત્વનો નિવેશ કરવો આવશ્યક છે. તેથી શરીરજન્યતાવરચ્છેદત્વનો પ્રવેશ કરવા છતાં અવચ્છિન્નત્વનું ગૌરવ થતું નથી.
હકીકતમાં જ્ઞાન પ્રત્યે શરીર અવચ્છેદકતા સંબંધથી જ કારણ છે. આ સંબંધથી નિત્ય સુખનો સાક્ષાત્કાર ક્યાંય ઉત્પન્ન થતો નથી તેથી અશરીરીને પણ તે સંભવી શકે છે.
પ્રશ્ન : આવો કાર્યકારણભાવ માનવાથી સંસારમાં પણ શરીર વિના અનવચ્છિન્ન જ્ઞાન થઈ શકશે.
જવાબ :–તે શક્ય નથી. કારણ કે શરીરથી ઘટિત ન હોય તેવી જ તત્ત્વજ્ઞાનઘટિત સામગ્રી (મુક્તિનું કારણ) છે
પ્રશ્ન –જો જન્યજ્ઞાન મોક્ષરૂપ હોય તો જન્યજ્ઞાનનો નાશ થતા મોક્ષનું પણ નિવર્તન થઈ જશે.
જવાબ :–મોક્ષનું નિવર્તન શક્ય નથી. તે તે જ્ઞાન વ્યક્તિનો નાશ થવા છતાં સુખસાક્ષાત્કારની ધારાની નિવૃત્તિ થતી નથી.
પણ સંબંધ છે. તેથી ગૌરવ ટળી જાય છે. જ્ઞાન પ્રત્યે શરીર અવરચ્છેદકતા સંબંધથી કારણ છે. નિત્યસુખનું સાક્ષાત્કાર સ્વરૂપ જ્ઞાન અવચ્છેદકતા સંબંધથી ક્યાંય ઉત્પન્ન થતું નથી તેથી સંસારીને તે ઉત્પન્ન થવાની આપત્તિ નથી. અવચ્છેદકતા સંબંધ શરીર સંબંધિત છે તેથી શરીર રહિત મુક્તાત્માને તે જ્ઞાન ઉત્પન્ન થવામાં આ કાર્યકારણભાવ બાધક બનતો નથી.
પ્રશ્ન :-આ રીતે કાર્યકારણભાવ માનશો તો સંસારી અવસ્થામાં પણ શરીર વિના અનવચ્છિન્ન જ્ઞાન થવાની આપત્તિ આવશે.
જવાબ:-નિત્ય સુખનો સાક્ષાત્કાર કરાવનારી તત્ત્વજ્ઞાન ઘટિત સામગ્રીમાં ઘટક તરીકે શરીર હોતું નથી. અર્થાત શરીર ઘટક ન હોય તેવી સામગ્રી જ તત્ત્વજ્ઞાનની ઘટક બને છે. સંસારી અવસ્થામાં શરીર છે તેથી નિત્ય સુખના સાક્ષાત્કારની સામગ્રી નથી. માટે સંસારી અવસ્થામાં નિત્યસુખના સાક્ષાત્કારની આપત્તિ નથી.
પ્રશ્ન : મોક્ષમાં નિત્ય સુખનો સાક્ષાત્કાર થાય છે. સુખ નિત્ય છે પણ સાક્ષાત્કાર મોક્ષદશામાં ઉત્પન્ન થાય છે. તેથી જન્ય છે. આમ સાક્ષાત્કાર રૂપ મોક્ષ પણ જન્ય છે. જે જન્ય છે તે વિનાશી છે. આમ મોક્ષ પણ અનિત્ય બની જશે.
જવાબ :-મુક્ત અવસ્થામાં તે તે સાક્ષાત્કાર વ્યક્તિ નાશ પામે છે પણ તેની ધારા અખંડ રહે છે તેથી મોક્ષની નિવૃત્તિનો પ્રસંગ નથી.