________________
मुक्तिवादः
(४) न चापवर्गस्योक्तरूपस्य सुखविरोधितया न पुरुषार्थत्वसम्भवः, सुखाभावनियतत्वेऽपि दुःखाभावत्वेनात्यन्तिकत्वाविशेषितेन च तद्विशेषितेन च तत्रेच्छोत्पत्तौ बाधकाभावेन प्रयोजनत्वोपपत्तेः । न च सुखाभावनियतत्वेन द्वेषसम्भवात् तत्र नेच्छासम्भव इति वाच्यम् । स्वतःप्रयोजनस्य द्वेषविषयत्वा
(૪) શબ્દાર્થ :–“દુ:ખાભાવ રૂપ અપવર્ગ સુખવિરોધી છે તેથી પુરુષાર્થ બની શકે નહીં આ વાત ખોટી છે. મોક્ષમાં સુખાભાવ નિયત હોવા છતાં દુઃખાભાવને લીધે વિષયક ઇચ્છા ઉત્પન્ન થવામાં બાધ નથી. તેથી આત્યંતિક વિશેષણથી વિશિષ્ટ દુ:ખાભાવ રૂપે કે આત્યંતિક વિશેષણથી અવિશેષિત દુ:ખાભાવરૂપે મુક્તિ વિષયક ઇચ્છા ઉત્પન્ન થવામાં કોઈ બાધક નથી. તેથી દુ:ખાભાવ પ્રયોજન બની શકે છે.
કાર્યમાત્રવૃત્તિત્વ રૂપ હેતુ ઘટત્વ વગેરેમાં છે. ઘટત્વ રૂપ ધર્મમાં સાધ્યનો સંદેહ થઈ શકે છે. ઘટ અને ઘટધ્વસ સમાનકાલીન છે કે નહીં ? આવો સંદેહ થઈ શકે છે. ચરમઘટનો ધ્વંસ સંદેહાસ્પદ છે. સાધ્યનો સંદેહ વ્યભિચાર સંદેહનું કારણ બને છે. વ્યભિચારનો સંદેહ હોય તો વ્યાપ્તિનું ગ્રહણ કેવી રીતે થઈ શકે? આથી કાર્યમાત્રવૃત્તિત્વને બદલે સંતતિત્વને હેતુરૂપે ગ્રહણ કર્યું છે. જે કાર્યો સતત ચાલે છે તેને સંતતિ કહેવાય. જે ધર્મ સતત ચાલતા કાર્યોમાં જ રહેતો હોય તે ધર્મ પોતાના આશ્રયભૂત પદાર્થના અસમાનકાલીન એવા ધ્વસના પ્રતિયોગીમાં વૃત્તિ હોય છે. ઘટવ ધર્મ સંતતિરૂપ કાર્યવૃત્તિ નથી તેથી તેને લઈને વ્યભિચાર સંદેહની આપત્તિ નથી. સંતતિરૂપ ધર્મ એતત્વદીપ– વગેરે છે. તેમને લઈને વ્યાપ્તિનો ગ્રહ થઈ શકે છે. સંતતિરૂપ કાર્યો ક્યારેય ચિરકાલ સુધી ચાલતા નથી. તેમનો જો પૂર્ણપણે નાશ ન થાય તો ચિરકાલ સુધી તેમની ઉત્પત્તિ થયા જ કરે–આ તર્ક ઉપરોક્ત અનુમાનનો પ્રયોજક છે. જેમ પોતાના પ્રધાન કારણ દીવાના નાશથી જ્યોતનો અત્યંત નાશ થાય છે તેમ પોતાના ( દુઃખના) પ્રધાન કારણ વાસના વગેરેનો તત્ત્વજ્ઞાન દ્વારા નાશ થતા દુઃખનો પણ અત્યંત ઉચ્છેદ થાય છે.
અનુમાનની જેમ હૃતિ પણ મુક્તિમાં પ્રમાણ છે. ‘ત્મ જ્ઞાતિવ્ય:' અહીં જ્ઞી ધાતુને વિધ્યર્થમાં તવ્ય પ્રત્યય થયો છે. વિધિ ઇસાધનતાને જણાવે છે. આ વાક્યમાં જ ‘ન સ પુનરાવર્તત' આ શબ્દો દ્વારા શરીરના સંબંધનો આત્યંતિક અભાવ જણાય છે. વિધિબોધક તવ્ય પ્રત્યય દ્વારા તેનો જ ઇષ્ટ સાધન તરીકે બોધ થાય છે. આમ “અત્યંત શરીર સંબંધાભાવરૂપ ઇષ્ટ-સાધના જ્ઞાનનો વિષય આત્મા છે” આવો આ શ્રુતિનો અર્થ થાય. તે અત્યંત દુઃખાભાવરૂપ મુક્તિમાં પ્રમાણ છે.
(૪) વિવરણ – ૨ ઇત્યાદિ શંકાગ્રંથનો આ આશય છે– ન્યાય મતે સુખ અને દુઃખ પરસ્પર વિરોધી પદાર્થ નથી. કારણ કે બન્ને પરસ્પર અભાવ રૂપ નથી. દુઃખ અને દુઃખાભાવ વચ્ચે વિરોધ છે. સુખ અને સુખાભાવ વચ્ચે વિરોધ છે. દુ:ખાભાવરૂપ મુક્તિમાં દુઃખ નથી તેમ સુખ પણ નથી. આમ દુઃખ અને દુ:ખાભાવ વિરુદ્ધ છે. અને દુ:ખાભાવ અને સુખાભાવ સમકાલીન છે. તેથી દુઃખ સુખાભાવનું પણ વિરોધી રહેશે. દુઃખાભાવ સુખાભાવનો વ્યાપ્ય બનશે. આ રીતે દુઃખાભાવ દુઃખની જેમ સુખનો પણ વિરોધી બનશે. સુખના વિરોધનું જ્ઞાન પ્રવૃત્તિજનક ઇચ્છાનું પ્રતિબંધક છે તેથી સુખવિરોધી દુઃખાભાવરૂપ મુક્તિ, પુરુષની ઇચ્છાનો વિષય નહીં બને અર્થાત્ પુરુષાર્થ નહીં બને.” (સુખના વિરોધી પદાર્થમાં પ્રવૃત્તિ કરવાની ઇચ્છા થતી નથી. જેમ ગુરુજન સાથે સંભાષણ કામિનીસંભોગજન્ય સુખનું વિરોધી છે તેથી તે સુખના કાળમાં ગુરજનસંભાષણમાં પ્રવૃત્તિ કરવાની ઇચ્છા થતી નથી તેમ અપવર્ગ સુખનો વિરોધી છે તેથી