________________
मुक्तिद्वात्रिंशिका
१७९
( ૬ ) શમાઘુપહિતા હન્ત, योग्यतैव विभिद्यते । तदवच्छेदकत्वेन, सङ्कोचस्तेन तस्य न ॥ ६ ॥
शमादीति । शमादिभिर्मुमुक्षुलिङ्गैरुपहिता हन्त योग्यतैव विभिद्यते सामान्ययोग्यतातः समुचितयोग्यतायाः प्राग् भेदसमर्थनात् । तेन कारणेन तदवच्छेदकत्वेन योग्यतावच्छेदकत्वेन तस्य शमादेः सङ्कोचो न योग्यतावच्छेदकत्वलक्षणः, योग्यताविशेषस्यैव अतिशयितशमादौ तद्द्वारा च मोक्षे हेतुत्वात् ॥६॥
(७) ननु शमादावपि संसारित्वेनैव हेतुतेति सर्वमुक्त्याक्षेप इत्यत आह— संसारित्वेन गुरुणा, शमादौ च न हेतुता । भव्यत्वेनैव किं त्वेषे, त्येतदन्यत्र दर्शितम् ॥७॥
(૬) અનાદિકાળથી દરેક જીવમાં મોક્ષે જવાની યોગ્યતા છે - એના નિશ્ચાયક તરીકે શમાદિ નથી. મોક્ષની પ્રાપ્તિ માટે શમાદિ સહકારી કારણ છે. શમાદિના કારણે યોગ્યતામાં સંકોચ કરવાનું ઉચિત નથી - આવી તૈયાયિકોની માન્યતાનું નિરાકરણ કરાય છે -
“શમાદિ મુમુક્ષુલિંગોના કારણે ખરેખર જ યોગ્યતામાં જ ફરક પડે છે. તેથી યોગ્યતાવચ્છેદકરૂપે શમાદિનો સંકોચ થતો નથી.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે અનાદિકાળથી જીવમાં રહેલી મોક્ષમાં જવાની જે યોગ્યતા છે, તે શમાદિની પ્રાપ્તિ થવાથી ખરેખર જ ભિન્ન થાય છે. કારણ કે સામાન્ય યોગ્યતાથી(સ્વરૂપ-યોગ્યતાથી) સમુચિત યોગ્યતા (ફલોપધાયક યોગ્યતા-ફલોન્મુખયોગ્યતા) ભિન્ન છે. આ વાત આ પૂર્વે (૧૦મી બત્રીશીમાં) જણાવી છે. આથી યોગ્યતાના અવચ્છેદક(નિશ્ચાયક) તરીકે શમાદિને જણાવવા માત્રથી અનાદિકાલીન યોગ્યતા(સ્વરૂપયોગ્યતા)માં કોઈ ફરક પડતો નથી.
શમાદિની પ્રાપ્તિ થવાથી જીવની મોક્ષપ્રાપ્તિની યોગ્યતાનો(ફલોપધાયક યોગ્યતાનો) નિશ્ચય થાય છે. તેથી સ્વરૂપયોગ્યતા અને ફલોપધાયકયોગ્યતામાં વિશેષ(ભેદ) હોવાથી સ્વરૂપયોગ્યતાના અવચ્છેદકસ્વરૂપે શમાદિમાં સંકોચ થતો નથી. વિશિષ્ટ યોગ્યતા જ શમાદિની વિશેષતામાં કારણ છે અને તેની પ્રાપ્તિ દ્વારા મોક્ષની પ્રત્યે યોગ્યતાવિશેષ કારણ છે. આથી સમજી શકાશે કે શમાદિ સ્વરૂપયોગ્યતાના અવચ્છેદક (નિશ્ચય કરાવનાર) નથી. પરંતુ ફલોપધાયકયોગ્યતાના અવચ્છેદક છે. તેથી મોક્ષપ્રાપ્તિની સ્વરૂપયોગ્યતામાં કોઈ સંકોચ થતો નથી. દરેક જીવમાં એ સમાન છે. જે કોઈ ભેદ છે તે ફલોપધાયકયોગ્યતામાં છે, જેના અવચ્છેદક શમાદિ છે. ૫૩૧-૬॥
(૭) શમાદિની પ્રત્યે પણ સંસારીપણે સંસારી આત્માને કારણ માનવા જોઈએ. જેથી બધાની મુક્તિ થઈ શકશે, આ માન્યતાનું નિરાકરણ કરાય છે
“શમાદિની પ્રત્યે ગુરુભૂત । એવા સંસારિત્વરૂપે સંસારીને હેતુ માનવાનું ઉચિત નથી. પરંતુ ભવ્યત્વરૂપે એ માનવાનું ઉચિત છે - આ વસ્તુ અન્યત્ર જણાવી છે.” – આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. જેનો આશય વર્ણવતાં ટીકામાં ફ૨માવ્યું છે કે નિત્યજ્ઞાનાદિમ(પરમાત્મા)ભિન્નત્વસ્વરૂપ