________________
मुक्तिद्वात्रिंशिका
(૪) વિપક્ષવાધામાવા-નમિવ્રતસિદ્ધિતઃ ।
અન્તતયો યત્ના-છંા (સ્વાશા ) યોગપતિ શ્વેત્ ॥૪॥
१७७
विपक्षेति । विपक्षे हेतुसत्त्वेऽपि साध्यासत्त्वे बाधकस्यानुकूलतर्कस्याभावात् । तथा चानभिप्रेत-सिद्धितोऽनिष्टसिद्धिप्रसङ्गात् । कालान्यत्वगर्भसाध्यं प्रत्यपि उक्तहेतोरविशेषात् । एतदुक्तसाध्यमन्तरा सर्वमुक्त्यसिद्धौ अयोग्यत्वाशङ्का । य एव न कदापि मोक्ष्यते तद्वदहं यदि स्यां, तदा मम विफलं परिव्राजकत्वमित्याकारा । योगापहा योगप्रतिबन्धिकेत्यद एव विपक्षबाधकमिति चेत् ||४||
(૪) ઉપર જણાવ્યા મુજબના વ્યાપ્તિગ્રહાસંભવને જ સ્પષ્ટ રીતે જણાવાય છે
“વિપક્ષબાધક તર્કનો અભાવ હોવાથી અને અનભિપ્રેત સિદ્ધિ થવાથી (શ્લો.નં. ૩માં જણાવ્યા મુજબ) વ્યાપ્તિગ્રહ થતો નથી. ‘પ્રકૃતસાધ્યની સિદ્ધિ વિના અયોગ્યત્વની શંકા યોગની સાધનાની પ્રતિબંધક બનશે.’ - આ જ વિપક્ષબાધક છે. આ પ્રમાણે નૈયાયિકો કહે તો (તે બરાબર નથી...એ પાંચમા શ્લોકમાં જણાવાશે.)” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અક્ષરાર્થ છે.
કહેવાનો આશય એ છે કે વિપક્ષમાં હેતુ હોય તોપણ સાધ્ય ન હોય ત્યારે સાધ્યાભાવનો બાધક અનુકૂળ તર્ક ન હોવાથી વ્યાપ્તિગ્રહ થતો નથી. પર્વતમાં ધૂમને લઈને જ્યારે વહ્નિને સિદ્ધ કરાય છે ત્યારે કોઈ એમ કહે કે પર્વતમાં ધૂમહેતુ ભલે રહ્યો પણ તેથી ત્યાં વહ્નિને માનવાની આવશ્યકતા નથી. અર્થાત્ સાધ્યાભાવવ(વિપક્ષ)માં હેતુ રહી શકે છે. આવી શંકાને દૂર કરવાનું કાર્ય તર્ક કરે છે. પર્વતમાં જો વહ્નિ ન હોય તો વહ્નિજન્ય ધૂમ પણ ન હોવો જોઈએ. અર્થાત્ વહ્નિ-ધૂમનો જન્મજનકભાવ(કાર્યકારણભાવ) નહિ મનાય : આ તર્ક છે, જે વ્યભિચારની શંકાને દૂર કરે છે. આવો વિપક્ષબાધક અનુકૂળ તર્ક પ્રકૃત સ્થળે નથી. તાદેશ દુઃખત્વમાં સત્કાર્યમાત્રવૃત્તિત્વ ભલે રહ્યું પરંતુ તાદેશદુઃખધ્વંસપ્રતિયોગિવૃત્તિત્વ માનવાની આવશ્યકતા નથી. આવી વ્યભિચારની શંકાદિના નિવારણ માટે કોઈ જ અનુકૂળ તર્ક નથી. તેથી વ્યાપ્તિમાં પણ શંકા જન્મે છે. જેથી પ્રકૃતાનુમાનના સ્થાને એવું પણ અનુમાન કરી શકાય છે કે તાદેશ દુઃખત્વ, કાલાન્યવૃત્તિધ્વંસપ્રતિયોગીમાં વૃત્તિ છે, કારણ કે તે સત્કાર્યમાત્રમાં વૃત્તિ છે. દુ:હત્વ ાલાન્યવૃત્તિધ્વંસપ્રતિયોનિવૃત્તિ સાર્યમાત્રવૃત્તિત્વાર્ વીપત્વવત્ આ અનુમાનથી અભિપ્રેત પ્રલયકાલાદિથી અન્ય આત્માદિની સિદ્ધિ થવાથી સર્વજીવોની મુક્તિ સિદ્ધ નહીં થાય.
આ અંગે નૈયાયિકો દ્વારા એમ કહેવામાં આવે કે બધા જીવોની મુક્તિની સિદ્ધિ ન થાય તો
પોતાના આત્માની અયોગ્યતાની આશંકા જન્મશે. ‘જે જીવોનો ક્યારે ય મોક્ષ થવાનો નથી. તેમની જેમ જ હું પણ જો મોક્ષમાં જવાનો ના હોઉં તો મારું આ પરિવ્રાજકપણું નિષ્ફળ થશે.' આ આશંકા મુમુક્ષુ આત્માના યોગની સાધનાનો પ્રતિબંધ કરનારી બને છે. આવી શંકા જ મોક્ષની સિદ્ધિના અભાવની (વિપક્ષની) બાધક છે. આ પ્રમાણે નૈયાયિકોનું જે કથન છે તે બરાબર નથી : એ પ્રમાણે આગળ જણાવાય છે. ।।૩૧-૪