________________
न्यायालोकः
निवेशात्, तत्तज्ज्ञानभिन्नत्वस्य नाश्यतावच्छेदककोटौ निवेशात्, सुषुप्तौ प्रमाणसिद्धतया ज्ञान- सुखादिनाशकान्तरस्वीकारेऽपि मुक्तौ तत्स्वीकारे प्रमाणाभावात् ।
१६१
ઊભી રહેશે.
પે॰ । તથા અપેક્ષાબુદ્ધિનો પણ અન્ય સામાન્ય જ્ઞાનાદિની જેમ તૃતીયક્ષણે નાશ થવાની આપત્તિ આવશે. આશય એ છે કે ‘આ એક અને આ એક' આવી અપેક્ષાબુદ્ધિથી દ્વિત્વસંખ્યા ઉત્પન્ન થાય છે. દ્વિત્વસંખ્યાજનક અપેક્ષાબુદ્ધિ નૈયાયિકમતે ૩ ક્ષણ સુધી રહે છે. ચોથી ક્ષણે તેનો નાશ થાય છે. પરંતુ પ્રતિયોગિતાસંબંધથી થનાર આત્માના યોગ્યવિશેષગુણનાશ પ્રત્યે સ્વસામાનાધિ-કરણ્યવિશિષ્ટ સ્વાધિકરણક્ષણપ્રાગભાવાધિકરણક્ષણવૃત્તિતાસંબંધથી વિશેષગુણને કારણ માનવામાં આવે તો પોતાની ઉત્પત્તિની દ્વિતીય ક્ષણે અપેક્ષાબુદ્ધિ પણ ઉત્પત્તિકાલીન સ્વ =અપેક્ષાબુદ્ધિમાં ઉપરોક્ત સંબંધથી રહેવાના લીધે પોતાની ઉત્પત્તિની તૃતીય ક્ષણે અપેક્ષાબુદ્ધિનો નાશ થઈ જશે. સ્વાધિકરણક્ષણ તરીકે અપેક્ષાબુદ્ધિમાં ઉપરોક્ત સંબંધથી રહેવાના લીધે પોતાની ઉત્પત્તિની તૃતીય ક્ષણે અપેક્ષાબુદ્ધિનો નાશ થઈ જશે. સ્વાધિકરણક્ષણ તરીકે અપેક્ષાબુદ્ધિની દ્વિતીય ક્ષણ લેવાથી તેના પ્રાગભાવની અધિકરણીભૂત સ્વોત્પત્તિક્ષણમાં રહેનાર પોતાનામાં જ અપેક્ષાબુદ્ધિ ઉપરોક્ત સંબંધથી રહી શકશે. સ્વોત્પત્તિની દ્વિતીયક્ષણે પોતાનામાં નાશક રહેવાથી અપેક્ષાબુદ્ધિનો તૃતીય ક્ષણે નાશ થવાની આપત્તિ અનિવાર્ય બનશે.
અન। બીજી વાત એ છે કે કારણતાઅવચ્છેદકસંબંધની અંદર ઘટકરૂપે જે સ્વપૂર્વવૃત્તિત્વનો નિવેશ કરેલ છે, તેને સ્વાધિકરણક્ષણપ્રાગ્ભાવાધિકરણક્ષણવૃત્તિત્વસ્વરૂપ માનવા કરતાં સ્વપ્રાગભાવાધિકરણક્ષણવૃત્તિત્વસ્વરૂપ માનવું ઉચિત છે. કારણ કે તેમ કરવામાં તત્ તત્ સ્વઅધિકરણક્ષણનો નિવેશ ન થવાથી લાઘવ છે. આવું માનવામાં અપેક્ષાબુદ્ધિનો દ્વિતીયક્ષણે નાશ થવાની આપત્તિનો અવકાશ રહે છે, જેના નિવારણ માટે તત્ તત્ જ્ઞાનભિન્નત્વનો અર્થાત્ અપેક્ષાબુદ્ધિભેદનો નાશ્યતાઅવચ્છેદક કોટિમાં નિવેશ કરી શકાય છે. આથી સ્વનિરૂપિતપ્રતિયોગિતાસંબંધથી અપેક્ષાબુદ્ધિભિન્નયોગ્ય આત્મવિશેષગુણનાશત્વાવચ્છિન્ન પ્રત્યે સ્વસામાનાધિકરણ્યવિશિષ્ટસ્વપ્રાગભાવાધિકરણક્ષણવૃત્તિત્વસંબંધથી વિશેષ ગુણ કારણ છે—આ પ્રકારનો કાર્યકારણભાવ ફલિત થશે. અપેક્ષાબુદ્ધિ નાણ્યકોટિથી બહિર્ભૂત થવાને લીધે તેનો દ્વિતીયક્ષણે નાશ થવાની આપત્તિ નહીં આવે.
સુ॰ । પૂર્વે તૈયાયિકે કહેલ હતું કે—સ્વપૂર્વવૃત્તિત્વને સ્વપ્રાગભાવાધિકરણક્ષણવૃત્તિત્વસ્વરૂપ માનવામાં સુષુપ્તિમાં સુષુપ્તિપૂર્વક્ષણોત્પન્ન જ્ઞાનાદિનો નાશ થઈ નહીં શકે. તેના સમાધાનમાં એમ કહી શકાય કે—નિદ્રા અવસ્થામાં જ્ઞાનાદિ વિશેષગુણની ઉત્પત્તિ નથી થતી છતાં પણ નિદ્રાપૂર્વકાલીન જ્ઞાનાદિનો નાશ થાય છે—આ વાત પ્રમાણસિદ્ધ હોવાથી સુષુપ્તિ કાલમાં પૂર્વકાલીન જ્ઞાનાદિના નાશકરૂપે કોઈકની કલ્પના કરવી આવશ્યક છે. પ્રમાણસિદ્ધ વસ્તુસ્થિતિનું નિર્વાહક હોવાથી આ ગૌરવ નિર્દોષ છે. અહીં—સુષુપ્તિપૂર્વકાલોત્પન્ન જ્ઞાનાદિનો સુષુપ્તિમાં જે નાશક હશે તેને જ મુક્તિપૂર્વકાલીન જ્ઞાનાદિનો મુક્તિમાં નાશક માની શકાય છે.—આવું કથન