________________
१३६
मुक्तिवादः
वृत्तिप्रसङ्गात् । सहकारिविरहेण दुःखानुत्पादे तस्योत्तरावधिविधुरत्वेनात्यन्ताभावत्वप्रसङ्गात् ।
(૮) પરે તુ યુનાઇત્યાં વિમુક્તશતી' () તિ શ્રતિસ્વરસીદુદ્દીત્યન્ત
=પ્રાપ્તિ એ સાધ્ય નથી. પરંતુ જો દુઃખ ઉત્પન્ન થાય તો એ દુ:ખપ્રાગભાવ નષ્ટ થઈ જાય. તેથી જો એ દુ:ખપ્રાગભાવને ટકાવી રાખવો હોય તો દુઃખની ઉત્પત્તિને અટકાવવી જોઈએ. પાપ દુ:ખજનક છે. તેથી જો દુ:ખની ઉત્પત્તિનું નિવારણ કરવું હોય તો પાપનો નાશ કરવો જોઈએ. પાપ નાશ પામે તો દુઃખ ન જન્મે. દુ:ખ પેદા ન થાય તો દુ:ખપ્રાગભાવ ટકી રહે. આમ પુરુષપ્રયત્નવિષયીભૂત દુ:ખજનક પાપનો નાશ થવા દ્વારા દુ:ખપ્રાગભાવ પણ પ્રયત્નથી સાધ્ય બની શકે છે. આથી મોક્ષ આત્યંતિક દુઃખપ્રાગભાવસ્વરૂપ છે. આમ માનવું ઉચિત છે.
પ્રભાકરમાન્ય મુક્તિનું નિરાકરણ પ્રાપI | પરંતુ મહોપાધ્યાય શ્રીમજી જણાવે છે કે જો મુક્તિને દુઃખના પ્રાગભાવસ્વરૂપ માનવામાં આવે તો મુક્ત થયેલ જીવને ફરીથી ક્યારેક સંસારી બનવું પડશે, કારણ કે ‘પ્રાગભાવ સ્વપ્રતિયોગીનો અવશ્ય જનક હોય છે આવો નિયમ હોવાના લીધે તે દુઃખપ્રાગભાવ કયારેક ને ક્યારેક દુઃખ ઉત્પન્ન કરશે જ. પોતાનામાં દુઃખ જન્મવું એટલે જ પોતે સંસારી થવું. પ્રાગભાવ એ વિનાશી અભાવ છે અને પ્રાગભાવના પ્રતિયોગીની ઉત્પત્તિ કરશે જ. પોતાનામાં દુઃખ જન્મવું એટલે જ પોતે સંસારી થવું. પ્રાગભાવ એ વિનાશી અભાવ છે અને પ્રાગભાવના પ્રતિયોગીની ઉત્પત્તિ જ પ્રાગભાવનો નાશ કરે છે આ વાતની તો ન્યાયના પ્રાથમિક અભ્યાસુને પણ ખબર હોવાથી અહીં તેના વિવેચનની આવશ્યકતા નથી. જો પ્રભાકર તરફથી એમ કહેવામાં આવે કેમુક્તિમાં દુઃખનો પ્રાગભાવ તો છે જ પરંતુ એટલા માત્રથી દુઃખ ઉત્પન્ન ન થઈ શકે. દુઃખની ઉત્પત્તિ માટે દુ:ખના પ્રાગભાવની જેમ પાપ, શરીર વગેરે પણ અપેક્ષિત છે. પાપ, શરીર વગેરે દુઃખસહકારી કારણોની ગેરહાજરી હોવાને લીધે મોક્ષમાં ક્યારેય પણ દુઃખ ઉત્પન્ન નહિ થાય. માટે દુ:ખના પ્રાગભાવનો ક્યારેય પણ નાશ નહીં થાય. સંસારી જીવોમાં રહેલ દુઃખપ્રાગભાવ અને મુક્ત જીવમાં રહેલ દુઃખપ્રાગભાવમાં આ જ વિશેષતા છે–તો આ પણ અસંગત છે, કારણ કે જો એ દુઃખપ્રાગભાવનો સહકાર વિરહના કારણે ક્યારેય પણ મુક્તિમાં નાશ થવાનો ન હોય તો તેને દુઃખનો પ્રાગભાવ નહિ કહેવાય, પરંતુ દુઃખનો અત્યંતાભાવ કહેવો પડશે. જે સંસર્ગાભાવની આગળ કે પાછળ કોઈ પણ પ્રકારની કાલમર્યાદા ન હોય તે સંસર્ગાભાવ એ અત્યંતાભાવ કહેવાય છે. મુક્ત જીવના દુઃખપ્રાગભાવનો આદિકાળ નથી અને સહકારિવિરહને લીધે અંતકાળ પણ નથી. તેથી તેને દુઃખના અત્યંતાભાવસ્વરૂપ માનવો પડશે. આથી આત્યંતિક દુ:ખપ્રાગભાવને મોક્ષ ન કહી શકાય.
દુઃખધ્વંસ અથવા દુઃખઅત્યન્તાભાવરૂપ મોક્ષ અમાન્ય (૮) પરેડ | અન્ય વિદ્વાનોનું એવું મન્તવ્ય છે કે-“મોક્ષઉત્તરકાળમાં જીવ દુઃખથી અત્યન્ત વિમુક્ત રીતે વર્તે છે' આ વાતનું પ્રતિપાદન કરનાર શ્રુતિના અનુસાર દુઃખોનો