________________
मुक्तिवादः
१०९
मुक्तसंसारिणोरविशेषप्रसङ्गात्, पुरुषप्रयत्नं विना तस्य सत्त्वादपुरुषार्थत्वाच्च । (शं) अविद्यानिवृत्तिः प्रयत्नसाध्येति चेत्, अविद्या यदि मिथ्याज्ञानं, अर्थान्तरं वा, उभयथापि सुख-दुःखाभावतत्साधनेतरत्वेन तन्निवृत्तेरपुरुषार्थत्वात् ।
(२५) त्रिदण्डिनस्तु आनन्दमयपरमात्मनि जीवात्मलयो मोक्षः, लयश्च लिङ्गशरीरापगमः, लिङ्गशरीरञ्च एकादशेन्द्रियाणि पञ्चमहाभूतानि सूक्ष्ममात्रया सम्भूयावस्थितानि जीवात्मनि सुख-दुःखावच्छेदकानीत्याहुः । तन्न । शरीरध्वंसस्य स्वतो दुःखसाधनाभावतया अपुरुषार्थत्वात् । न चोपाधिशरीरनाशे औपाधिकजीवनाशो लयः, स्वनाशस्यापुरुषार्थत्वात्, ब्रह्मणो नित्यत्वेन तदभिन्नस्य नाशानुपपत्तेः भेदाभेदस्य च विरोधेनाभावात् ।
(२६) नाप्यनुपप्लवा चित्तसन्ततिरपवर्गः, आवश्यकत्वेनानुपप्लवस्य दुःखाभावस्य पुरुषार्थत्वेन चित्तसन्ततेरपुरुषार्थत्वात्, शरीरादिकारणं विना
ઉત્તર :–આ વેદાંતીઓનો મત ખંડિત થાય છે. કારણ કે સ્વપ્રકાશ સુખસ્વરૂપ બ્રહ્મ નિત્ય હોવાથી મુક્ત અને સંસારીમાં કોઈ ભેદ નહીં થાય. અને પુરુષ પ્રયત્ન વગર પણ તેની પ્રાપ્તિ થવાથી તે પુરુષાર્થ પણ નહીં કહેવાય.
પ્રશ્ન :–અવિદ્યા નિવૃત્તિ પ્રયત્ન સાધ્ય છે.
ઉત્તર –એવું માનીએ તો અવિદ્યા આદિ મિથ્યાજ્ઞાન છે અથવા અન્ય પદાર્થ છે. બન્ને અવસ્થામાં સુખ, દુઃખાભાવ અથવા એનું સાધન આનાથી ભિન્ન હોવાથી તેની નિવૃત્તિ પુરુષાર્થ નથી.
(૨૫) પ્રશ્ન –ત્રિદંડીઓનો મત છે કે, “આનંદમય પરમાત્મામાં જીવાત્માનો લય થવો જ મોક્ષ છે.” લયનો અર્થ છે–લિંગ શરીરની સમાપ્તિ. લિંગ શરીરનો અર્થ છે–અગિયાર ઇન્દ્રિયો અને પંચ મહાભૂત. આ બંને સૂક્ષ્મ માત્રામાં એકત્રિત થઈને જીવાત્મામાં સુખ અથવા દુ:ખનું નિયંત્રણ કરે છે.
ઉત્તર –આ મત પણ ઉચિત નથી. કારણ કે શરીરનો નાશ સ્વયં દુઃખસાધનના અભાવ રૂપ હોવાથી સ્વયં પુરુષાર્થ નથી.
પ્રશ્ન :-ઉપાધિરૂપ શરીરનો નાશ થવાથી ઔપાધિક જીવનો નાશ લય છે. કારણ કે સ્વ અર્થાત્ જીવનો નાશ પુરુષાર્થ નથી થઈ શકતો અને બ્રહ્મ નિત્ય હોવાથી તેનાથી અભિન્ન જીવનો નાશ શક્ય નથી કારણ કે ભેદ અને અભેદમાં અવિરોધ માનવામાં કોઈ પ્રમાણ નથી.
(૨૬) અને અનુપપ્લવા ચિત્તસંતતિ અપવર્ગ નથી. જરૂરી હોવાથી અનુપપ્લવ દુઃખાભાવ જ પુરુષાર્થ છે. ચિત્તસંતતિ પુરુષાર્થ નથી તથા શરીરાદિ કારણો વગર ચિતસન્નતિ ઉત્પન્ન નથી થઈ શકતી. કેવળ ચિત્ત તેની સામગ્રી નથી, કારણ કે શરીરાદિ વ્યર્થ થઈ જશે.