________________
मुक्तिवादः
प्रागभावान्यत्वेन नाश्यजातीयत्वाभावात् प्रतियोगिजनकनाशमुखेन तस्यासाध्यत्वाच्च । अपि च मुक्तेः प्रागभावस्य समानाधिकरणं भावि दुःखं न प्रतियोगि तस्याभावाद्, भावे वा अमुक्तत्वापातात् । नापि समानाधिकरणमतीतं वर्त्तमानञ्च, तत्प्रागभावस्य विनष्टत्वात् । नापि व्यधिकरणम्, अन्यवृत्तिदुःखस्यान्यत्रात्यन्ताभावेन प्रागभावाभावात्, तस्य प्रतियोगिसमानदेशत्वात् । न च दुःखमात्रं प्रतियोगि, स्वपरावृत्तेर्दुःखमात्रस्याप्रामाणिकत्वात्, तस्यात्यन्तासतो नित्यनिवृत्तत्वेन तन्निवृत्तये प्रेक्षावत्प्रवृत्त्यनुपपत्तेः, अहिकण्टकादिनाशप्रायश्चित्तादिसाध्यदुःखप्रागभावस्य कलञ्जभक्षणप्रागभावस्य च समानाधिकरणमेव भावि दुःखं भक्षणञ्च प्रतियोगि ।
(१७) ननु दुःखाभावो न पुरुषार्थः सुखस्यापि हाने: तुल्यायव्ययत्वात् । (प्र.) न च बहुतरदुःखानुविद्धतया सुखस्यापि प्रेक्षावद्धेयत्वम्, (उ) आवश्यकत्वेन दुःखस्यैव हेयत्वात्, सुखस्य निरुपधीच्छाविषयत्वात् । अन्यथा दुःखाननुविद्धतया तथात्वे पुरुषार्थत्वविरोधादिति चेत् । न । सुखमनुद्दिश्यापि दुःखभीरूणां दुःखहानार्थं
१०२
ઉત્તર :–એમ કહેવું યોગ્ય નથી નિત્ય હોવાથી અત્યન્નાભાવ રૂપ થવાના કારણે પ્રાગભાવથી ભિન્ન હોવાથી તે નાશ્ય શ્રેણિમાં નથી. આથી પ્રતિયોગીના કારણથી તેનો નાશ થવાથી તે સાધ્ય નથી. બીજી વાત એ પણ છે કે મુક્તિના પ્રાગભાવની જેમ સ્થાનવર્તિ ભાવિ દુઃખ તેનું પ્રતિયોગી નથી, કારણ કે - તેનો અભાવ છે, અને તે છે એમ માનીએ તો દુ:ખ થવાથી મુક્તિ નથી. અતીત અને વર્તમાન (દુઃખ) પણ સહવર્તિ નથી. કારણ કે તેનો પ્રાગભાવ નષ્ટ થઈ ચૂક્યો છે. અને અન્યસ્થાનીય દુઃખ પણ તેનો પ્રતિયોગી નથી. અન્યમાં રહેવાવાળા દુઃખનો અન્યસ્થાનમાં અત્યન્તાભાવ થવાથી તેનો પ્રાગભાવ ત્યાં નથી. કારણ કે તે પ્રતિયોગીના સ્થાન પર જ રહે છે. દુ:ખમાત્ર તેનો પ્રતિયોગી નથી. કારણ કે સ્વ અને પરમાં રહેવાવાળાં દુઃખમાત્ર પ્રમાણથી સિદ્ધ નથી. આથી તેના નાશને માટે લોકોની પ્રવૃત્તિ નહીં થાય. સર્પ અને કાંટાઓનો નાશ, પ્રાયશ્ચિતાદિથી સાધ્ય દુઃખનો પ્રાગભાવ તથા કલંજભક્ષણથી પ્રાગભાવના આશ્રયમાં રહેવાવાળા ભાવિ દુઃખ અને ભક્ષણ તેના પ્રતિયોગી છે.
( ૧૭ ) ( પૂર્વપક્ષ ) દુઃખાભાવ પુરુષાર્થ નથી કારણ કે દુઃખની સાથે સુખનો પણ અભાવ થાય છે, તેથી આય અને વ્યય સમાન છે.
પ્રશ્ન :—એમ નથી કહી શકતા કે અનેક પ્રકારનાં દુઃખ સાથે હોવાથી સુખ પણ ત્યાજ્ય છે.
ઉત્તર :–કારણ કે આવશ્યક કષ્ટરૂપ હોવાથી દુઃખ જ ત્યાજય છે, સુખ નહીં. કારણ કે તે વગર કોઈ ઉપાધિએ ઇચ્છાનો વિષય છે. નહીંતર દુઃખની સાથે હોવાથી તે પણ પુરુષાર્થ નહીં
થાય.
(ઉત્તરપક્ષ) આવું કથન યોગ્ય નથી, કારણ કે સુખની અભિલાષા વગર પણ દુ:ખથી