________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન મંદિર
( ચિત્રપરિચય )
આ મંદિરનું નામ છે, “ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન’. પૂ. શ્રી. ભગવાનલાલભાઈ એ હૃદયના ઊ'ડેરા ભક્તિભાવથી આ નામ વિચારી રાખ્યું હતું, તે મુજબ મંદિરનું એ નામ રાખવામાં આવ્યું છે. ગુરુમંદિરમાં પરમકૃપાળુદેવનાં દર્શન કરી આગળ ચાલતાં ‘શ્રી જિનમંદિર’ આવે છે. તેમાં જિનમુદ્રાનાં ચિત્રો તથા ધાતુની મુદ્રાનાં દર્શન થાય છે. પછી આવે છે વિશાળ સ્વાધ્યાય ખંડ, જેમાં પરમકૃપાળુ દેવનાં ચિત્રો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલાં છે. તે ચિત્રો ખરેખર ખૂબ આકર્ષક અને દેશનીય છે.
પરમકૃપાળુદેવનાં માતાપિતાની છબીઓ સાથે પૂ. શ્રી જવલબહેન, પૂ. શ્રી. ભગવાનલાલભાઈ તથા તેમના પુત્રરત્ન શ્રી બુદ્ધિધનભાઈની છબીઓ પણ યથાસ્થાને મૂકવામાં આવી છે. સંવત ૧૯પરમાં નડિયાદ મુકામે રાત્રિના સમયે પ્રભુ “શ્રી આત્મસિદ્ધિ’ શાસ્ત્રની રચના કરે છે, તે વખતે પૂ. શ્રી. અંબાલાલભાઈ ત્યાં ફાનસ ધરીને ઊભા રહ્યા છે એ અદ્દભુત દૃશ્યચિત્ર પણ તે પ્રસંગને આપણી દૃષ્ટિ સમક્ષ આબેહૂબ ખડા કરી દે છે. તે ઉપરાંત ચરિત્રકથાને અનુલક્ષીને દોરેલાં બે ચિત્રો પણ ત્યાં નજરે ચડે છે : (૧) સાત વર્ષની બાલ્યાવસ્થામાં મશાનભૂમિ પાસે કુતૂહલવૃત્તિથી
જઈને બાવળના ઝાડ ઉપર ચડીને સામે ખળતા મડદાને જોઈને વિચારમગ્ન થતા પ્રભુને જાતિસમરણજ્ઞાન થયેલું તે દેશ્યનું આલેખન કરતું ચિત્ર છે. (૨) “ મુનિસમાગમ’માંનો રાજા ચંદ્રસેન ઘોડા ઉપરથી ઊતરતાં
બનેલી સઘળી ઘટનાના દેખાવ રજૂ કરતું બીજું ચિત્ર છે.