________________
૪૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન **
*
કુટુંબના સંજોગોની અનુકૂળતા અનુસાર ગોઠવી દીધું. એમનુ” જીવન ધર્મ ની પાછળ કેટલીક વાર જોવા મળતા નર્યા ગાંડપણથી મુક્ત હતું.
પૃ. માના આટલા સહવાસ પછી તેમની સાથે મારું મન એટલું મળી ગયું કે તેઓનાં દર્શન વિના મને ચેન પડતું નહીં'. ધીરેધીરે પૂ. માની તબિયત લથડવા લાગી. છતાં પૂ. માની અંદર રહેલી ચૈતન્યતિ તો એટલી જ દેદીપ્યમાન રહેતી. છેલ્લા દિવસોમાં તેઓ સતત પ્રભુસ્મરણમાં રહેતાં. ઘણા સમય મૌન જાળવતાં. પ્રભુ હંમેશાં આવા હૃદયની સમીપ જ હોય એમ પ્રતીતિ થતી. એક વાર ચાર કલાકના મૌન પછી પૂ. માને જાગૃતિ આવી ત્યારે તેમણે જણાવ્યું, “બહેન, આજે મને જે વસ્તુ જોઈતી હતી તે મળી : આજે પ્રભુનાં દર્શન થયાં.” પૂ. મા સાથે કેટલીક વખત પ્રત્યક્ષ સદ્દગુરુ સંબધી વાત થતી. હું કહેતી કે કૃપાળુ દેવ તો પરાક્ષ ગણાય એમ સૌનું માનવું છે. પરંતુ કૃપાળુદેવની ભક્તિના રંગે રંગાયેલાં પૂ. મા તો એમ જ કહેતાં કે
મારા ભગવાન તો પ્રત્યક્ષ જ છે. એમને પ્રત્યક્ષ સમજી ભાવ રાખવા જોઈએ.” પોતે અજ્ઞાન હોય તેમ પ્રભુ પાસે જ્ઞાનની ભિક્ષા માગતાં અને પ્રભુ પ્રત્યે પોતાની દીનતા દર્શાવતાં. પૂ. માનાં તે વખતે મેં દર્શન કર્યા ત્યારે મને થયું કે પૂ. માના જેવા ભક્તિભાવ રૂંવાડે રૂંવાડે પ્રગટે અને આપણી પોતાની દીનતાનું ભાન થાય તો જ ઈશ્વર પાસેથી આપણે જ્ઞાનામૃત મેળવી શકીએ. માટે તો કહ્યું છે કે,
૮૮ અધમાધમ અધિક પતિત, સકળ જગતમાં હુંય;
એ નિશ્ચય આત્મા વિના, સાધન કરશે શુંય ? ” પૂ. માની એક ભાવના હતી કે પરમકૃપાળુ દેવના પત્રોને ત્રાંબાના પતરે કાતરાવવી. આ સંબંધી તેમની સાથે મારે એક વાર ખૂબ વિગતવાર વાત થઈ હતી. પૂ. માને મે જણાવેલું કે શ્રી હેમચંદભાઈએ પણ આવા જ કાર્યની વાત કરી હતી. આ પત્રોને ત્રાંબાનાં પતરાં પર કોતરાવવામાં આવે તો હજારો વર્ષ પછી પણ માનવજાતને તેનો લાભ મળ્યા કરે. પૂ. માના જીવન