________________
શ્રી સાયલા જેઠ વદી ૧૧, શુક્ર, સં. ૧૯૫૩ શ્રીમદ્દ પરમાત્મા શ્રી સદગુરૂદેવ પરમાત્માશ્રીને ત્રિકાળ નમસ્કાર. પરમકૃપાળુ, દેવાધિદેવ, શ્રીમદ્ સદ્દગુરૂ શ્રી સહજામસ્વરૂપ સ્વામીશ્રીની પવિત્ર શુભ સેવામાં.
હે પ્રભુ ! પ્રભુ ! બેહદ દિલગીર છું કે પરમ પૂજ્ય, પૂજવાયોગ્ય, પરમ સ્તુતિ કરવાગ્ય, મહાન શ્રી સૌભાગ્યભાઈ સાહેબે પરમ સમાધિભાવે શુદ્ધ આત્માના ઉપગપૂર્વક આ ક્ષણિક દેહનો ત્યાગ કર્યો છે. એ પવિત્ર પુરુષની દુઃખ વેદવાની સ્થિતિ, આત્માનુભાવે અને છેવટ સુધીના ઉપયોગનો એક જ કેમ એ જોઈને મને બહુ જ આનંદ થાય છે. વારંવાર તેમના ઉત્તમોત્તમ ગુણો અને મારા પ્રત્યેની કૃપા સ્મૃતિમાં આવ્યા કરે છે. જેઠ વદી ૧૦ ને ગુરુવારે સવારના સાત વાગતાંની સ્થિતિ મેં નિવેદન કરી છે. તે પછી ભાઈ મણિલાલે કહ્યું, “ આપ એક જ સહજાન્મસ્વરૂપ સ્વામીશ્રીના સમરણનું લક્ષ રાખજે.” ત્યારે પોતે કહ્યું, “મને એક જ લક્ષ છે. બીજુ લક્ષ નથી. પણ હવે તમે મને કાંઈ કહેશે નહિ. કારણ કે મારે તમે બોલો તેમાં અને મારે તેને જવાબ આપવામાં લક્ષ આપવું પડે છે તેથી મને ખેદ રહે છે. એવી પોતે વાત કરી જેથી એમની સમીપમાં કંઈ પણ કહેવું બંધ રાખ્યું. દશ વાગતાં માથાશ્વાસ થયા. પોતે છેવટના વખતની અત્યંત પીડા ભોગવવા માંડી તેથી દશ અને અડતાલીસ મિનિટે મારા મનમાં એમ થયું કે વધારે દુઃખની સ્થિતિમાં રખેને આત્મપગ ભૂલી ગયા હોય અથવા દુઃખના લક્ષમાં ચડી ગયા હોય તો સ્મરણ આપ્યું હોય તો ઠીક, એમ ધારી ધારસીભાઈની સલાહ લઈ મેં સહજાન્મસ્વરૂપ સ્વામી એવું એક, બે અને ત્રણ વાર નામ દીધું, એટલે પોતે બોલ્યા કે હા, મારું એ જ લક્ષ છે. મારે કેટલાક ઉપદેશ કરવાની ઇચ્છા છે. મને પણ તે વખત નથી. હું સમાધિભાવમાં છું. તું સમાધિભાવમાં રહેજે. હવે મને કાંઈ કહીશ નહિ કારણ કે મને ખેદ રહે છે. એટલાં વચનો પોતે બાલ્યા કે તરત સર્વદુઃખી પરિવારે ત્રિકરણગથી નમસ્કાર કર્યા કે તરત પોતે ડાબુ પડખું ફેરવ્યું ને ૧૦ અને ૫૦ મિનિટે પોતે દેહનો ત્યાગ કર્યો.