________________
૧૩૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
*
ભરાવદાર શરીર, ઉપર શુદ્ધ ખાદીનાં સાદાં વસ્ત્રો, ધોતિયું અને ઝમ્બા-ટોપી ભાત પાડતાં. બધાની દૃષ્ટિ તેમના તરફ રહેતી. તેઓ સૌના સલાહકાર હતા, દીન-દુ:ખીના તો બેલી હતા. મુત્સદ્દી માણસની આવજા પણ હરદમ ચાલ્યા કરતી. મને ઘણી વાર થતું કે એવું તે તેમનામાં શું છે ? જોઈ એ તો આપણા જેવા જ માણસ ! દૈનિક ક્રમમાં પણ તેવું. બાહ્ય જપતપ, વ્રત કશું જ નહી. કેઈ જાતની દેખીતી ક્રિયાકાંડી વૃત્તિ નહી. જે આવ્યું. તેનાથી ચલાવે. કોઈ જાતને મતાગ્રહ નહીં'. પ્રત્યક્ષ રીતે પૂરા વ્યવહારી. વેપારી સંસારી પુરુષ હોવા છતાં, આટલો બધે લોકલાગણીનો પ્રવાહ તેમના તરફ શા માટે વન્ય હશે ? . - જીવનના અનેકરંગી કમામાં અમુક ચોક્કસ ગુણોની સત્યતા જેનામાં જળવાતી હોય છે તેના તરફ લોહચુંબકની જેમ મનુષ્યોને પ્રવાહ ખેંચાયેલો રહેતો હોય છે. તેવું જ પૂ. ભાઈશ્રી તરફ સૌનું ખેંચાણ હતું. નાનામોટા, શ્રીમંત કે ગરીબ સૌને તેમના સાંનિધ્યમાં બેસવાથી એક જાતની આંતરિક શાંતિનો અનુભવ થતો. મારો અને મારી જાણમાં છે તેવા અનેક નેહીઓનો આ નિત્ય અનુભવ હતો. ઉજજવળ આત્મા પાસે બેસવાથી જે પરોક્ષ અને વિશુદ્ધ આનંદ ઊભો થાય છે તે અનુભવ પૂ. ભાઈશ્રી પાસે કલાકોના કલાકો વગર વાતચીતે બેઠા રહેવાથી પણ થતો. તેમની એક સૌમ્ય દૃષ્ટિ જ કેટલીક વાર મનના ઉકળાટને શાંત કરવા બસ થઈ પડતી હતી.
પ્રાચીન કાળમાં ઋષિઓના પ્રભાવ પ્રવર્તતો. પછીના કાળમાં રાજર્ષિઓની આણ વર્તાતી. વર્તમાનકાળમાં પુણ્યશાળી અને સંસારી છતાં પવિત્ર અને ત્યાગી, વ્યવહારમાં હોવા છતાં અનાસક્ત એવા નવા સંસારષિઓને પ્રભાવ પ્રવર્તાવાના હોય એવું લાગે છે. આવા આત્માઓનું લક્ષ્ય પ્રાણીમાત્રની સેવા હોય છે. મનુષ્ય માત્ર માટે નિઃસ્વાર્થ, પૂર્ણ, સહુદય પ્રેમ હોય છે. આ લક્ષ્યની સિદ્ધિ માટે આવા આત્માઓ પોતાની રીતે પ્રયત્ન કરતા હોય છે. પૂ. મહાત્માજીએ સંસારમાં રહી, સત્ય અને અહિંસાના પાઠ ભણાવી માનવસેવા કરી. આવા અનેક આત્માઓ સંસારમાં રહી અદૃષ્ટ રીતે દીન-દુઃખીઓની સેવા કરતા હોય છે. આવી જ