________________
૧૨૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
મારામાં નહીં' છતાં તેમના માર્ગે ચાલવાની બુદ્ધિથી શ્વેતાંબરદિગમ્બર બંને ગ્રંથો છપાવવા અર્થે “ શ્રીમદ્ રાજચંદ્ર શાસ્ત્રમાળા” નામની ગ્રંથશ્રેણિ શરૂ કરી, ત્યાં ભાગીદારો વચ્ચે મુકમો શરૂ થતાં તે હિલચાલ પડતી મૂકવી પડી. તે જ અરસામાં “સનાતન જૈન ” પત્ર અવિભક્ત જૈનના સંસકાર ઉત્પન્ન કરવા માટે શરૂ કર્યું અને તરત જ મારું આરોગ્ય બગડયું. જરા ઠીક થયું કે ઉપરોક્ત મુકદ્દમે ઊભા થયા અને તે પૂરા થયા બાદ અવિભક્ત જૈનની હિલચાલ વિશેષ બળથી આગળ વધી શકે એટલા માટે ભાઈ છગનલાલ ઉપર સંસારભાર મૂકી દેવાની ઈચ્છા કરી તેને વેપારમાં કેળવવાની શરૂઆત કરી દીધી. પણ હજી શરૂઆત પૂરી પણ થઈ નથી ત્યાં તો તે બાળક પણ ભયંકર વ્યાધિમાં આવી પડયો. હું એવી આશામાં ને આશામાં વખત કાઢતો કે કયારે છગનલાલનું આરોગ્ય સુધરે અને કયારે વેપાર, સંસાર-વ્યવહારમાં કેળવી તેના ઉપર સંસારભાર મૂકીને વ્યવહારથી બને તેટલી નિવૃત્તિ મેળવી હું ‘અવિભક્ત જૈન’ની હિલચાલ માટે પ્રયત્ન કરું. એ આશા નિર્મૂળ થઈ ગઈ અને ભાઈ છગનલાલ ચાલ્યા ગયા ! ઊલટો મારે આ વ્યવહાર દુઃખ પૂર્વક કરવાનો સમય આવ્યો એટલે અવિભક્ત જૈન”ની હિલચાલ આગળ વધારવાનું બંધ રહ્યું. સનાતન જૈન” દ્વારા જરાતરા અવ્યવસ્થિત પ્રયત્ન થાય છે. તેમાં પણ મંદતા આવવાનો વખત આવ્યો. પૂવકમ, તને જે ગમ્યું એ ખરું ! વવાણિયા, ચૈત્ર વદ ૮ )
મનસુખ (દુઃખ ) ભોમ, તા. ૧૩–૪–૧૯૦૯ ઈ.