________________
૧૨૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
સહાયની જરૂર હતી, એટલે પોતાના પિતાના ફાઈના પુત્ર ભાઈ કાળીદાસથી એમ દુઃખપૂર્વક બોલાઈ ગયું, “ અહો, જે માણસની અદભુત સંયમશક્તિ હતી તેની આ સ્થિતિ ? ” જેવું ભાઈ કાળીદાસના મુખમાંથી આ વચન નીકળ્યું કે ભાઈ છગનલાલ બોલી ઊઠયા, “ શી દશા ? જેવા ઋતુના રંગ, તેવા દેશોના
ઢંગ ! ??
| રાત્રિના ત્રણ વાગ્યે છેલ્લી વખત દીર્ઘશંકાએ ગયા. પિતાને હાથે હંમેશ કરતાં બમણા પાણીથી પ્રક્ષાલન કર્યું. બરાબર સવા2ણે કહ્યું, “કાકા, મારી આંખે અંધારાં આવે છે માટે દબાવો,” આમ કહેતાંની વાર તેના મુખમાંથી સ્વાભાવિક રીતે નીકળી ગયું, “ ટપુ (તેમનાં ફાઈના પુત્ર) નું કલ્યાણ થજો.’ આ પછી ત્રણ ચાર શબ્દોનું વાકયે સ્પષ્ટ ન બોલાયું. આ ઉપરથી આ લખનારને થયું કે, હવે દેહની પૂર્ણતા થવી શરૂ થઈ. એ ઉપરથી તેણે ભાઈ છગનલાલ પ્રત્યે કહ્યું, “ભાઈ, વિસ્મૃતિ તો થતી નથીને ? ” તેના ઉત્તરમાં તેણે બીજી ક્ષણે એમ પ્રશ્ન કર્યો, “કાકા, શેની ? આત્માના નિત્યત્વની ? ”
તરત જ તેના દાદા રવજીભાઈ આવ્યા. પોતાના પિતામહને કહ્યું, “અદા, (કાઠિયાવાડમાં ‘દાદા’ને ‘અદા કહેવામાં આવે છે) હવે તમે મારી પાસે બેસો.” પોતાના દાદાને આમ કહેતો હતો તેવામાં ભાઈ કાળીદાસે ભાઈ છગનલાલને પૂછયું, “તારે કાંઈ તારી મા કે બહેનને માટે ભલામણ કરવાની છે ? ” એટલે પોતે કહે, “ના.” ભાઈ કાળીદાસે “ અરિહંત તીર્થકર ભગવાન” શબ્દો કહ્યા કે પોતે એ ત્રણે શબ્દો બોલીને “રામ” શબ્દ બાલ્યા [ આ તેને રામાયણ પ્રત્યેનો અનુરાગ સૂચવે છે ].
આ “રામ” શબ્દ નીકળ્યા પછી વાણીના પુદ્ગલ ન રહેવાથી તેણે હાથ વડે લખવાની તજવીજ કરી; પણ શરીરક્રિયા બંધ થતી હોય ત્યારે કયાંથી લખી શકાય ? તેના હાથમાં પેનસિલ આપવામાં આવી. ભીત ઉપર “કાકા ” જે કાંઈ શબ્દ લખવા જતા હતા, પણ શરીરબળ ન રહ્યું હોવાથી ભાંગ્યાતૂટયા કા-કા એ બે અક્ષરે લખી શકાય એમ જણાયું.