________________
ન્મ કથા: વાંચન આંદોલનની
વિશ્વમાં જેટલી ક્રાંતિ સર્જાઈ છે તેના મૂળમાં કોઈકને કોઈક વિચાર હતો. વિચારક્રાંતિ વગર કોઈ પણ પરિવર્તન શકય નથી.
જીવન પરિવર્તન માટે પણ પહેલા વિચારોનું પરિવર્તન થવું જોઈએ. વિચાર પરિવર્તનથી જ જીવન પરિવર્તન થઈ શકે. વિચારોને શુદ્ધ કરવા માટે વાંચન જરૂરી છે. સત્સાહિત્યના વાંચનથી વિચારોમાં શુદ્ધિ આવે છે. તેનાથી જીવનમાં પરિવર્તન શકય બને છે.
જૈન સમાજમાં ભિન્ન ભિન્ન વિષયનું સાહિત્ય ઘણા બહોળા પ્રમાણમાં પ્રકાશિત થાય છે. પરંતુ વાંચન પ્રત્યેની રૂચિ પ્રમાણમાં ઓછી જોવા મળે છે. સાથે સાથે આટલા વિશાળ સાહિત્યમાંથી શ્રેષ્ઠ અને પોતાની રૂચિને અનુકૂળ એવું પુસ્તક કેવી રીતે મેળવવું તે બાબતે પણ વાચકો મુંઝવણ અનુભવે છે. આ બંને સમસ્યાઓના ઉકેલ રૂપે ‘વાંચન આંદોલન” નો જન્મ થયો છે.
‘વાંચન આંદોલન'નો સંદેશ તેની ટેગ લાઈનમાં સરસ રીતે પ્રગટ થાય છે. “વાંચન આંદોલનની ટેગ લાઈન છે : "VIBRANT JAINISM - INCREDIBLE JAINISM"
જૈનિઝમ | જૈન તત્વજ્ઞાન હંમેશા ધબકતું છે અને સાથે અતુલ્ય છે. વાચકો દરેક સમય અને પરિસ્થિતિમાં ઉપકારક એવા આ તત્વજ્ઞાનને વાંચસમજે-વિચારે અને કાંઈક મેળવે એ જ “વાંચન આંદોલન'નો ઉદ્દેશ્ય છે.
પ્રસ્તુત પુસ્તક વાંચન આંદોલન : રીડર્સ ગાઈડ' ના સર્જન પાછળ બે આશય છે : ૧) વાંચન દ્વેષીઓમાં વાંચન પ્રત્યે રૂચિ પેદા કરવી. ૨) વાચકોને તેમની રૂચિને અનુકૂળ ઉત્તમ સાહિત્યનું માર્ગદર્શન આપવું. આ બે આશયથી જ પ્રસ્તુત પુસ્તક લખાયું છે.
"VIBRANT JAINISM - INCREDIBLE JAINISM"