________________
અંતરની વાત
૨૦૭૧ના ચાતુર્માસાર્થે શ્રી ગોવાલિયા ટેક જૈન સંઘની વિનંતીનો સ્વીકાર કરી પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી વિ. જગન્સંદ્રસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા) પધાર્યા અને તે દરમ્યાન તેઓશ્રીએ આ પુસ્તિકાના સંપાદન કાર્યમાં, શ્રી સંઘ દ્વારા સંચાલિત જ્ઞાનભંડારના સમૃદ્ધિકરણમાં, “BookFest-2015” નામની મેગાઈવેન્ટની પ્રેરણા આપવામાં, આ મીશનમાં જોડાયેલ સઘળાયે કાર્યકરોમાં ઉત્સાહ સંપાદન કરવામાં એવું તે અંગે આવશ્યક સંપૂર્ણ માહિતીઓના સંકલનકાર્યમાં જે રીતે અદભૂત રસ દાખવ્યો છે તે ખરેખર અમારા માટે અવર્ણનીય, ચિરસ્મરણીય અને અનુકરણીય છે.
જે કાર્ય કરવામાં દિવસો વ્યતીત થઈ જાય તે કાર્યને કલાકોમાં પૂર્ણ કરી આપવું એ પૂજયશ્રીની અનેક વિશેષતાઓ પૈકીની એક આગવી વિશેષતા છે.
આ “વાંચન આંદોલન : રીડર્સ ગાઈડના વિમોચન પ્રસંગે શ્રી સંઘ તેઓશ્રીની નિઃસ્પૃહતાને તથા નિર્ગથતાને નતમસ્તકે વંદે છે. શ્રી સંઘ સદાય તેઓશ્રીનો રૂણી રહેશે. શ્રી ગોવાલીયા ટેંક થે.મૂ.પૂ.જૈન સંઘ
મુંબઈ
અંતરની વાત.