SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ P ચિંતનાત્મકરવાના પ્રેરણાનક સાહિત્યમાં સાહિલ થાITH AિTUTE uિTો. ERE LET TH-Dરયા| TET Tીનીક-પરાપાક મારવા જીવનમાં પ્રેરણા પૂરી પાડે તેવું વિશિષ્ટ સાહિત્ય અહીં પ્રસ્તુત છે. નીચેના પુસ્તકોએ ઘણાના જીવનને સુધાર્યા છે. ઘણા વ્યકિતઓને કંઈક નવી પ્રેરણા મળી છે. કેટલાક પુસ્તકોએ વાંચન પ્રત્યે અરૂચિ ધરાવનારાઓને નિયમિત વાંચતા પણ કરી દીધા છે. P 1 નામ: પાઠશાળા ભાગ ૧-૨ લેખક : આ. પ્રદ્યુમ્નસૂરિ મ.સા. પ્રકાશક : બાપાલાલ મનસુખલાલ શાહ ટ્રસ્ટ (સાહિત્યવાંચન પ્રત્યેની રૂચિ જગાડે અને જવલંત બનાવે તેવા માસિકો જૈન શાસનમાં ઘણાં ઓછા પ્રમાણમાં પ્રકાશિત થાય છે. તેવા માસિકોમાં મોખરાનું સ્થાન ભોગવે તેવું દ્વિમાસિક એટલે “પાઠશાળા'. પાઠશાળામાં પ્રકાશિત થયેલા ઐતિહાસિક-પ્રેરણાત્મક-ચિંતનાત્મક સાહિત્યનું વ્યવસ્થિત સંકલન આ ગ્રંથમાં થયું છે. નવા વાચકો વાંચે તો વાંચવાનો રસ અવશ્ય પેદા થાય.) P-2 નામ : આભના ટેકા લેખક : આ. પ્રદ્યુમ્નસૂરિ મ.સા. પ્રકાશક : બાપાલાલ મનસુખલાલ શાહ ટ્રસ્ટ (પ્રદ્યુમ્નસૂરિ મ.ની કલમે લખાયેલા ચિંતનાત્મક લેખોનું પુસ્તક. જેના વખાણ કરતા વાચકો થાકતા નથી.) g[ચના અાંદોલન P-3 ધર્મતત્ત્વચિંતન ભાગ ૧-૨ લેખક : આ.શીલચંદ્રસૂરિ મ.સા. પ્રકાશક : શ્રી ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ, ગોધરા (ધર્મતત્ત્વ વિશે પ્રબુદ્ધ ચિંતન આ પુસ્તકમાં રજૂ થયું છે. લેખક આચાર્ય ભગવંત દર મહિને જિજ્ઞાસુઓને ચિંતન-પ્રેરણાત્મક એક પત્ર લખે છે. તે પત્રોનું વ્યવસ્થિત સંકલન આ પુસ્તકોમાં કરવામાં આવ્યું છે. અવશ્ય વાંચવા અને વિચારવા યોગ્ય પુસ્તક.) 62
SR No.009257
Book TitleVanchan Andolan
Original Sutra AuthorN/A
AuthorJagacchandrasuri
PublisherGovalia Tank Jain Sangh Mumbai
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy