________________
પુરક પ્રસંગ પાક જીવન બદલે છે.
પુસ્તક માણસના જીવનમાં કેવી રીતે ક્રાંતિ લાવી શકે છે એ જાણવા વેર્નર હીસનબર્ગનું ઉદાહરણ ધ્યાનાકર્ષક છે.
ઓગણીસ વર્ષની વયે વેર્નર એક ચોકિયાત તરીકે નોકરી કરતો હતો. એ વખતે તેના હાથમાં પ્લેટોનું એક પુસ્તક આવ્યું.
તિર્મયસ નામનું એ પુસ્તક એ અત્યંત રસથી વાંચી ગયો. એમાં એને ખૂબ આનંદ આવ્યો. યુનાની લોકોની અણુ-પરમાણુ વિષેની વાતો વાંચ્યા પછી ભૌતિકશાસ્ત્રમાં એને એટલો બધો રસ પડી ગયો કે એણે એ વિષયના સંખ્યાબંધ પુસ્તકોનું લગનપૂર્વક અધ્યયન કર્યું.
પાંચ વર્ષમાં તો એ લેકચરર બની ગયો. છવ્વીસમાં વર્ષે તો લીપજીંગમાં પ્રોફેસર પદે પહોંચી ચૂક્યો.
બત્રીસ વર્ષની વયે પહોંચતા સુધીમાં એણે ભૌતિકશાસ્ત્રને લગતાં એવા સંશોધનો કરી દીધાં કે એને નોબલ ઈનામ આપવામાં આવ્યું.
ધર્મમાં આવી લગની આવી જાય તો..?
સાભાર : પ્રસંગ વિલાસ
પુરાક જીવન બદલે છે.