________________
ધર્મનાં કે અન્ય ફાટી ગયેલા પુસ્તકો ક્યાં, કેવી રીતે પરથgવાં ?
ધર્મના પુસ્તકો જયારે વાપરવા યોગ્ય ન રહે ત્યારે તેને
ન છૂટકે પરવવા પડે છે. ત્યારે તે પુસ્તકો નાના નાના કટકા કરી ફાડી દેવા. ફાડતી વખતે કોઈ પણ વ્યકિત, પશુ-પક્ષીના ચિત્રો ન ફાટે તેની કાળજી રાખવી. ત્યારબાદ તેને કોઈ નિર્જન સ્થળે, ટેકરાઓની કોતરમાં, સૂકા કૂવામાં કે એવા શુષ્ક સ્થાનમાં જયણાપૂર્વક પરઠવી દેવા. પરઠવતી વખતે “અણજાણહ જસુગ્રહો” અને પાઠવ્યા બાદ “વોસિરે વોસિરે વોસિરે” એમ બોલવું જોઈએ.
વિશેષમાં પાણીમાં-નદીમાં-તળાવમાં-સમુદ્રમાં કે કોઈપણ ભીનાશવાળી જગ્યામાં પરઠવવું નહીં. કારણ કે તેમ કરવાથી કાગળમાં રહેલ કુંથુઆ વગેરે સૂક્ષ્મ જીવોની હિંસા થાય છે તેમજ લોકોની અવરજવરવાળી જગ્યામાં પરઠવવું નહીં જેથી કરી તે કાગળોનો ઉપયોગ બાળવા વગેરે કોઈપણ કાર્યમાં ન થાય. જો આ રીતે પાઠવવામાં ન આવે તો કાગળો પડ્યા પડ્યા સડે. તેમાં કુંથુઆ, ઉધઈ વગેરે જીવાતો થાય તેની વિરાધના થાય. એ ન થાય તે માટે વિધિપૂર્વક જયણાનો ઉપયોગ રાખવો જોઈએ.
સાભાર : પુસ્તક એટલે પુસ્તક
Q&A