SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ [ વૈરાગ્યવર્ષા છે નવ કાળ મૂકે કોઈને મોતી તણી માળા ગળામાં, મૂલ્યવંતી મલકતી, હીરા તણા શુભ હારથી, બહુ કંઠકાંતિ ઝળકતી; આભૂષણોથી ઓપતા, ભાગ્યા મરણને જોઈને, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને. ૧. ણિમય મુગટ માથે ધરીને, કર્ણ કુંડળ નાખતા, કાંચન કર્યાં કરમાં ધરી, કશીએ કચાશ ન રાખતા; પળમાં પડ્યા પૃથ્વીપતિ એ, ભાન ભૂતળ ખોઈને, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને. ૨. દશ આંગળીમાં માંગળિક, મુદ્રા જડિત માણિક્યથી, જે પરમ પ્રેમે પે'રતા, પોંચી કળા બારીકથી; એ વેઢ વીંટી સર્વ છોડી, ચાલિયા મુખ ધોઈને, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને. ૩. મૂછ વાંકડી કરી ફાંકડા થઈ, લીંબુ ધરતાં તે પરે, કાપેલ રાખી કાતરા, હરકોઈના હૈયાં હરે; એ સાંકડીમાં આવિયા, છટકચા તજી સૌ સોઈને, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને. ૪. છ ખંડના અધિરાજ જે, ચંડે કરીને નીપજ્જા, બ્રહ્માંડમાં બળવાન થઈને, ભૂપ ભારે ઊપયા; એ ચતુર ચક્રી ચાલિયા, હોતા નહોતા હોઈને, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને. ૫. જે રાજનીતિનિપુણતામાં, ન્યાયયંતા નીવડ્યા, અવળા કર્યો જેના બધા, સવળા સદા પાસા પડ્યા; એ ભાગ્યશાળી ભાગિયા, તે ખટપટો સૌ ખોઈને, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને. ૬. ૧૭૩ વૈરાગ્યવાં ] ૧૭૪ તરવા૨ બહાદુ૨ ટેક ધારી, પૂર્ણતામાં પેખિયા, હાથી હણે હાથે કરી એ, કેસરી સમ દેખિયા; એવા ભલા ભડવીર તે, અંતે રહેલાં રોઈને, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને. ૭. છે મોક્ષકે પ્રેમી' છે મોક્ષકે પ્રેમી હમને, કર્મોંસે લડતેં દેખેં, મખમલપે સોર્નવાલે, ભૂમિ પે પડતુઁ દેખેં.... સરસોંકા દાના જિનકે, બિસ્તર પર ચુભતા થા, કાયાકી સુધી નાહિં, ગિધડ તન ભખતેં દેખેં... અર્જુન વા ભીમ જિનકે, બલકા ન પાર થા, આત્મોન્નતિકે કારણ અગ્નિનેં જલનેં દેખેં... પારસનાથ સ્વામી, ઉસ હી ભવ મોક્ષગામી, કર્મોને નાહિ છોડા, પત્થર તક પડત દેખેં... શેઠ સુદર્શન પ્યારા, રાનીને ફંદા ડાલા, શીલકો નાહિં ભંગા, શૂલી પર ચઢતેં દે.... બૌદ્ધોકા જોર થા જબ, નિકલંકદેવ દેખો, ધર્મકો નાહિ છોડા, મસ્તક તક કટતેં દેખેં... ભોગબેંકો ત્યાગ ચેતના જીવન યે બીત જાયે, તૃષ્ણા ના પૂરી હુઈ, ડોલી પર ચઢતેં દે.... મોક્ષકે પ્રેમી હમને કર્મોંસે લડતેં દેખેં...
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy