SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ [ વૈરાગ્યવર્ધા માસ્તર કહે-: સાહેબ, મને આપનું શરણ છે. પૂજ્ય ગુરુદેવ કહે-ખરું તો પોતાનું શરણ છે. બીજું કોણ શરણ થાય? શરીરના રજકણો ફરવા માંડ્યા ત્યાં સગાંવહાલાં તો પાસે ઊભા ઊભા જોતાં રહે...બીજું શું કરે? જગતમાં કોઈ શરણ નથી. ચૈતન્યનું ધ્યાન રાખવું. ચૈતન્યચિંતન એ એક જ ઉદ્ધારનો રસ્તો છે. બીજા કોઈ રસ્તે ઉદ્ધાર નથી. મૂળજીભાઈને છેલ્લે દિવસે હુમલો આવ્યો ત્યારે બીજી વાતને બદલે તેમણે કહ્યું કે બસ, હવે એક ધર્મની જ વાત કરો. એમને લાગણી ને ઉત્સાહ ઘણો હતો. છેલ્લી સ્થિતિનો ખ્યાલ આવતાં માનસ્તંભના ફાળામાં ચાલીશને બદલે પચાસ હજાર કરવાનું તેમણે પોતાની મેળે કહ્યું ને ઘરમાં બધાને ધર્મની ભલામણ કરી ગયા. શરીરનું તો આવું છે, માસ્તર! માટે આત્માનું લક્ષ રાખવું. બીજું બધું લક્ષ ભૂલી જવું. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયંજ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું! કર વિચાર તો પામ. એનું લક્ષ રાખવું ને એના જ વિચારે ચડી જવું. અંદર મોટો ચૈતન્યભગવાન બેઠો છે, તેનું જ લક્ષ-વિચાર-મનન કરવા, બહારમાં લક્ષ જાય તો તરત અંદર ખેંચી લેવું. [ તા. ૧૧-૧૧-૬૩, અંતિમ દિવસ ] આજે માસ્તર હીરાચંદભાઈની સ્થિતિ વધુ ગંભીર જણાતાં શ્રી રતિલાલભાઈ બપોરે ગુરુદેવને બોલાવવા આવેલા. પ્રવચન પછી ગુરુદેવ પધાર્યા અને કહ્યું-શ્વાસની ગતિ ફરી ગઈ છે. માંગલિક સંભળાવ્યું....શુદ્ધબુદ્ધ ચૈતન્યઘન...વગેરે બોલ્યા...આ પ્રસંગે વૈરાગ્યવષ ] ૧૬૮ મુમુક્ષુમંડળના ઘણા ભાઈબહેનો તેમજ પૂજ્ય બેનશ્રીબેન પણ ત્યાં ઉપસ્થિત હતાં. ગુરુદેવના સૂચનથી ‘શુદ્ધબુદ્ધ ચૈતન્યઘન’.....વગેરે પદો બોલ્યા; એ પ્રસંગનું વાતાવરણ વૈરાગ્યથી ગંભીર હતું. આતમરામ અવિનાશી આવ્યો એકલો, જ્ઞાન અને દર્શન છે તારું રૂપ જો... બહિર ભાવો તે સ્પર્શે નહિ આત્માને, ખરેખરો એ જ્ઞાયકવીર ગણાય જો... દેહ છતાં જે ની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણીત. અહો, અહો! શ્રી સદ્ગુરુ કરુણાસિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો! અહો! ઉપકાર. આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર-ધ્યાન. શ્રી રતિભાઈએ માસ્તરસાહેબને સાકરનું છેલ્લું પાણી પાયું...ને તેમને બોલાવતાં હોંકારો આપેલો. છેલ્લી ઘડી આવી...એક તરફ બધા ‘સહજાનંદી શુદ્ધસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ’ એ ધૂન બોલતા હતા. ગુરુદેવે નમસ્કારમંત્ર સંભળાવ્યો. માસ્તરના કુટુંબીજનો શરણું સંભળાવતા હતા : અરિહંતનું શરણ, સિદ્ધનું શરણ, સીમંધર ભગવાનનું શરણ...પંચ પરમેટ્ટીનું શરણ, આત્માનું શરણ, જૈનધર્મનું શરણ, સદ્ગુરુદેવનું શરણ... થોડીવારમાં ગુરુદેવે પાસે ઊભેલા ડૉકટરને માસ્તરની નાડ જોવાનું કહ્યું, તો નાડ બંધ પડી ગઈ હતી. ડૉકટરે કહ્યું હવે કાંઈ નથી. ગુરુદેવે કહ્યું : ચૈતન્ય ચાલ્યો ગયો.
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy