SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યવષ ] ૧૬૪ ઉપયોગમાં બરાબર જાગૃતિ રાખવી. “શુદ્ધબુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ...” એના વિચાર રાખવા. હમણાં તો વ્યાખ્યાન સૂક્ષ્મ આવે છે. આત્માના ઉપયોગલક્ષણમાં કોઈ આવરણ નથી, મલિનતા નથી; આવરણવાળો કે મલિનતાવાળો જે ઉપયોગ તેને આત્માનું ખરું લક્ષણ કહેતા નથી. આત્મા ઇન્દ્રિયોથી ભિન્ન છે, ઇન્દ્રિયો દ્વારા તે સુખદુઃખનો ભોક્તા નથી. દુઃખ તો ક્ષણિક કૃત્રિમ વિકાર છે, ને આનંદ આત્માનો ત્રિકાળ શાશ્વત અકૃત્રિમ સ્વભાવ છે માટે આનંદસ્વભાવની દૃષ્ટિમાં આત્મા દુઃખનો ભોક્તા નથી. આવો આત્મા લક્ષમાં લ્યું ત્યાં મરણની બીક કેવી? જગતને મરણ તણી બીક છે પણ જ્ઞાનીને તો આનંદની હેર. ૧૬૩ [વૈરાગ્યવર્ધા શાંતિ તો આત્માના સ્વરૂપમાં છે, તેનો પ્રેમ કરવો. આત્માનો પ્રેમ છોડીને પરભાવનો પ્રેમ કરવો તે આત્મા ઉપરનો મોટો ક્રોધ છે. શરીરમાં ખખડાટ થાય તેના ઉપર લક્ષ ન કરવું. જ્ઞાનપરિણતિનો આધાર કાંઈ રાગ નથી. રાગ સાથે કે દેહ સાથે જ્ઞાનપરિણતિને શું સંબંધ છે? શરીર આમ રહે તો ઠીક ને આમ રહે તો અઠીક-એવું કાંઈ આત્મામાં નથી. શરીરની જે પર્યાય થાય છે તે યથાયોગ્ય જ છે. તેનાથી ભિન્નતાની ભાવના રાખવી. ભિન્ન જ છે, જુદો....તે....જુદો. શરીર પડે તો પડો....તે તો પડવાનું છે જ; આત્મા ક્યાં નાશ થવાનો છે. આત્મા અનાદિ છે; ખોળિયું બદલે તેથી કાંઈ આત્મા બીજો થઈ જતો નથી. વિભાવમાં સ્વભાવ નહિ ને સ્વભાવમાં વિભાવ નહિ. જ્ઞાનમાં રાગ પણ નથી, પછી શરીર તો ક્યાં રહ્યું? કર્મ કે નોકર્મ પણ જ્ઞાનમાં નથી. સંવર અધિકારમાં એ વાતનું સરસ ભેદજ્ઞાન કરાવ્યું છે. અરે, પરસત્તાને અવલંબતો પરાલંબી ઉપયોગ પણ નિશ્ચયથી આત્માનું સ્વરૂપ નથી; સ્વસત્તાને અવલંબનારો સ્વાલંબી ઉપયોગ તે જ ખરો આત્મા છે. આ બધું ઘણું સાંભળ્યુંવાંચ્યું-વિચાર્યું તેને હવે પ્રયોગમાં મૂકવાનો અવસર છે. | (તા.૩) શ્રી ગુરુદેવ પધારીને કહે છે કે આજે અલિંગગ્રહણમાં આત્માની સરસ વાત હતી. આત્માના નિરાલંબી ઉપયોગને કોઈ હરી શકતું નથી. શરીરમાં રોગ આવે કે બીજી કોઈ પ્રતિકૂળતા આવે તેનામાં એવી તાકાત નથી કે આત્માના ઉપયોગને હણી નાખે. કોઈથી હણાય નહિ એવા શુદ્ધ-ઉપયોગસ્વરૂપ આત્મા છે, શુભાશુભ પરિણામ સ્વરૂપ ખરેખર આત્મા નથી. આત્માના વિચાર આવા રાખવા.
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy