________________
[ વૈરાગ્યવર્ધા
વૈરાગ્યવષ ]
વૈરાગ્યવાણી [ મૃત્યુ-શયામાં પડેલાં મુમુક્ષુને અમૃતસંજીવનીનું સિંચન ]
છ-છ અઠવાડીયા સુધી હંમેશા વડિલશ્રી હીરાચંદ માસ્તર સાહેબને ઘેર પધારીને પરમ પૂજ્ય ગુરુદેવશ્રી અત્યંત કૃપાદૃષ્ટિ પૂર્વક પ્રસંગોચિત્ જે સંબોધન કરતાં હતાં તે આત્માર્થી મુમુક્ષુ માટે એક અપૂર્વ માર્ગદર્શન અને મૃત્યુ સમયે ભેદજ્ઞાનની ભાવનાની અત્યંત જાગૃતિનું કારણ હોઈ આ “વૈરાગ્યવાણી”ના સંકલનને
વૈરાગ્યવર્ષા”ના સંકલનની સાથે જોડતાં સોનામાં સુગંધ જેવો એક સુયોગ થયો છે. “વૈરાગ્યવાણી”ના આ સંકલનને “વૈરાગ્યવર્ષા” સાથે જોડવાની અનુમતિ આપવા બદલ માસ્તર સાહેબના પરિવારનો અત્યંત આભાર માનીએ છીએ.
-સંકલનકાર
રફ મોહ ટાળજો હું સીમંધરનાથજી! મોહ ટાળજો, સુખદ એહવો ધર્મ આપજો, પરમ ભાવથી ધ્યાન હું ધરું, જિનપતિ! તને વંદના કરું. જગત-નાથજી! દર્શ આપજો, સુખદ એહવી ભક્તિ આપજો, પરમ ભાવથી ધ્યાન હું ધરું, જિનપતિ! તને વંદના કરું. જગત તાતજી! કષ્ટ કાપજો, સુખદ એહવું સ્વરૂપ આપજો; પરમ ભાવથી ધ્યાન હું ધરું, જિનપતિ! તને વંદના કરું. પરમ નાથજી! દુઃખ કાપજો, અચલ એહવે શર્મ આપજો; પરમ ભાવથી ધ્યાન હું ધરું, જિનપતિ! તને વંદના કરું. પરમ દેવ રે! વ્યાધિ કાપજો, અચલ એહવી શાંતિ આપજો; પરમ ભાવથી ધ્યાન હું ધરું, જિનપતિ! તને વંદના કરું, અચલ દેવ રે! શત્રુ વારજો, શરણ તાહરું સર્વદા હજો; પરમ ભાવથી ધ્યાન હું ધરું, જિનપતિ! તને વંદના કરું. વિપત્તિ દાસની સર્વ કાપજો, ચરણ-પદ્રની સેવના હજો; પરમ ભાવથી ધ્યાન હું ધરું, જિનપતિ! તને વંદના કરું,