SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ [ વૈરાગ્યવર્ધા તથા મોહનો નાશ કરીને સિદ્ધપદ પ્રાપ્ત કરો! ૪૧૮, (શ્રી નાટક સમયસાર) * ચોરાશીમાં પરવસ્તુને રવ માને, તેથી આ જીવ ચિરકાળનો ચોર બન્યો છે, જન્માદિ દુઃખદંડ પામે છે, તોપણ પરવસ્તુની ચોરી છૂટતી નથી. દેખો! ત્રણલોકનો નાથ ભૂલી નીચ પરને આધીન થયો. પોતાની નિધિ ન પિછાણી, ભિખારી બની ડોલે છે. નિધિ ચેતના છે તે પોતે જ છે, દૂર નથી. દેખવું દુર્લભ છે, દેખે તો સુલભ છે. ૪૧૯. શ્રી અનુભકાશ) * જિનેશ્વરના આગમમાં જેની બુદ્ધિ અનુરક્ત થઈ છે તથા સંસારથી જન્મ-જરા-મરણ આદિ મહા ભય ઉત્પન્ન થાય છે એવું જેઓ મનમાં ચિંતવન કરે છે તેથી જેમને સંસારનો ભય ઉત્પન થયો છે એવા મુનિઓને ગર્ભવાસથી અત્યંત ભય લાગે છે. ૪૨૦. (શ્રી મૂલાચાર) * જો ઇન્દ્રિયોકે વિષયોંકી ઇચ્છાઓંકા દમન કરનેવાલા આત્મા શરીરમેં યાત્રિકે સમાન પ્રસ્થાન કરતે હુએ અપને આત્માકો અવિનાશી સમજતા હૈ વહી ઇસ ભયાનક સંસારરૂપી સમુદ્રકો ગાયકે ખરક સમાન લીલામાત્રમે પાર કરકે શીધ્ર હી મોક્ષરૂપી લક્ષમીકો પ્રાપ્ત કર લેતા હૈ. ૪૨૧. (કી તત્વભાવના) * હે મિત્ર! જો તમે અહીં સૌભાગ્યની ઇચ્છા રાખતા હો, સુંદર સ્ત્રીની ઇચ્છા રાખતા હો, પુત્રોની ઇચ્છા રાખનાર હો, લક્ષ્મીની ઇચ્છા રાખતા હો, મહેલની ઇચ્છા રાખતા હો, સુખની ઇચ્છા કરતા હો, સુંદર રૂપની ઇચ્છા કરતા હો, પ્રીતિની ઇચ્છા કરતા હો અથવા જો અનંતસુખરૂપ અમૃતના સમુદ્ર જેવા ઉત્તમ સ્થાન (મોક્ષ)ની ઇચ્છા રાખતા હો તો નિશ્ચયથી સમસ્ત દુ:ખદાયક વૈરાગ્યવષ ] ૧૦૨ આપત્તિઓનો નાશ કરનાર ધર્મમાં તમારી બુદ્ધિ જોડો. ૪૨૨. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * જેનું ચિંતવન કરવાથી, ધ્યાન કરવાથી ઋષિઓ પરમ પદને પામે છે, જેની સ્તુતિ ઇન્દ્ર, ધરણેન્દ્ર, નરેન્દ્ર અને ગણધરદેવો સર્વ મદ તજીને કરે છે, વેદ પુરાણ જેને બતાવે છે, યમરાજના દુઃખના પ્રવાહને જે હરે છે-એવી જિનવાણી, તેને હે ભવ્ય જીવો! ધાનતરાયજી કહે છે કે તમે અનેક વિકલ્પરૂપ નદીનો ત્યાગ કરીને તમારા હૃદયને વિશે નિત્ય ધારણ કરો. ૪૨૩.(શ્રી ઘાનત-વિલાસ) * અપનેકો ભયરહિત ઔષધિદાન યહ હૈ કિ બાધાસે રહિત સ્વભાવ હો જાવે અર્થાત્ આધ્યાન વ રૌદ્રધ્યાનસે રહિત નિરાકુલ ધર્મધ્યાનમથી સ્વભાવકા પ્રકાશ હો જાવે. ઐસા વૈરાગ્યભાવ પ્રગટ હો જાવે કિ સંસાર, શરીર વ ભોગોંકી ઓરસે ચિતારૂપી બાધા વિલા જાવે, ન ચારગતિરૂપ દુઃખમયી સંસારકી કામના રહે, ન નાશવંત શરીરકી પ્રાપ્તિકી ઇચ્છા રહે, ન અતૃપ્તકારી ભોગોંકી ચાહના રહે, ઇન સબકી ચાહકી દાહકા મિટના સોઈ અપનેકો ઔષધિદાન કરના હૈ. ૪૨૪. (શ્રી મમલ પાહુડ) * નિર્મમતા ચિંતવવા માટે કલેશ થતો નથી, પરની યાચના કરવી પડતી નથી, કોઈની ખુશામત કરવી પડતી નથી, કાંઈ ચિંતા થતી નથી, તેમ જ કાંઈ ધનાદિ ખર્ચવું પડતું નથી. માટે નિર્મમત્વભાવની સતત ચિંતવના કરવી. ૪૨૫. (શ્રી તત્ત્વજ્ઞાન-તરંગિણિ) * મમતારહિત હોના પરમ તત્ત્વ હૈ, મમતારહિત હોના પરમસુખ હૈ, મમતારહિત ભાવ મોક્ષકા શ્રેષ્ઠ બીજ હૈ ઐસા બુદ્ધિમાનોને કહા હૈ. ૪૨૬. (શ્રી સારસમુચ્ચય)
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy