SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ [ વૈરાગ્યવર્ધા પણ ન કરાવે. તમે તો અનંત જ્ઞાનના ધણી બની, આવી ભૂલ ધારો છો એ જોઈ મોટું અચરજ આવે છે. ૩૯૦. (પ્રી અનુભવપ્રકાશ) * ઇસ સંસારમેં ચોરાશી લાખ યોનિ ઉનકે નિવાસમેં ઐસા કોઈ પ્રદેશ નહીં હૈ જિસમેં ઇસ જીવને દ્રવ્યલિંગી મુનિ હોકર ભી ભાવરહિત હોતા હુઆ ભ્રમણ ન કિયા હો. ૩૯૧.(શ્રી ભાવપાહુડ) * આ સંસારમાં જેમ પાષાણને આધાર હોય તો ત્યાં ઘણો કાળ રહે છે પણ નિરાધાર આકાશમાં તો કદાચિત્ કિંચિત્માત્ર કાળ રહે છે, પણ આ જીવ એકેન્દ્રિય પર્યાયમાં તો ઘણો કાળ રહે છે, પણ અન્ય પર્યાયમાં તો કદાચિત્ કિંચિત્માત્ર કાળ રહે છે. ૩૯૨. (શ્રી મોક્ષમાપ્રકાશક) કે જો જિનવાણી સમજનારાની બુદ્ધિ પણ (કર્મોદયવશે) નષ્ટ થઈને તે અન્યથા આચરણ કરે, તો પછી જેને શાસ્ત્રનું જ્ઞાન નથી તેને શું દોષ દેવો? અરે, કર્મોદયને ધિક્કાર હો, ધિક્કાર હો કેમકે તેના વશ જીવને જિનદેવની પ્રાપ્તિ પણ અપ્રાપ્તિ સમાન છે. ૩૯૩. | (શ્રી ઉપદેશ રત્નમાળા). * યહ જીવ દ્રવ્યલિંગના ધારક મુનિપના હોતે હુએ ભી જો તીનલોક પ્રમાણ સર્વ સ્થાન હૈ ઉનમેં એક પરમાણુ-પરિમાણ એક પ્રદેશમાત્ર ભી ઐસા સ્થાન નહીં હૈ કિ જહાં જન્મ-મરણ ન કિયા હો. ૩૯૪. (શ્રી ભાવપાહુડી કે દેહધારીઓનાં તે સુખ તથા દુઃખ કેવળ વાસનામાત્ર જ હોય છે. વળી તે (સુખ-દુઃખરૂપ) ભોગો આપત્તિના સમયે રોગોની જેમ (પ્રાણીઓને) ઉજિત (આકલિત) કરે છે. ૩૯૫. (શ્રી ઈષ્યપદેશ) વૈરાગ્યવષ ]. * વધુ કેટલું કહેવું?-વર્ગથી વ્યુત થવાની પહેલાં મિથ્યાષ્ટિ દેવને જે તીવ્ર દુઃખ થાય છે તે નારકીને પણ નથી હોતું. ૩૯૬. (શ્રી મહાપુરાણ) * હે જીવ! તેં મોહને વશ થઈને, જે દુઃખ છે તેને સુખ માની લીધું અને જે સુખ છે તેને દુઃખ માની લીધું; તેથી તું મોક્ષ પામ્યો નહિ. ૩૯૭. (શ્રી પાહુડદોહા) * ઘણો લાંબો સમય અતિચાર રહિત જ્ઞાન-દર્શન-ચારિત્ર વિષે પ્રવૃત્તિ કરીને પણ કોઈ પુરુષ મરણ સમયે ચાર આરાધનાનો વિનાશ કરીને અનંત સંસારી થતાં ભગવાને જોયેલ છે માટે મરણ સમયે જેમ આરાધના બગડે નહિ તેમ યત્ન કરો. ૩૯૮. (શ્રી ભગવતી આરાધના) * જુઓ પરિણામોની વિચિત્રતા! કે-કોઈ જીવ તો અગિયારમા ગુણસ્થાને યથાખ્યાતચારિત્ર પામી મિથ્યાષ્ટિ બની કિચિક્યૂન અર્ધપુલપરાવર્તન કાળ સુધી સંસારમાં રખડે છે ત્યારે કોઈ જીવ નિત્યનિગોદમાંથી નીકળી મનુષ્ય થઈ આઠ વર્ષની આયુમાં મિથ્યાત્વથી છૂટી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે-એમ જાણી પોતાના પરિણામ બગડવાનો ભય રાખવો તથા તેને સુધારવાનો ઉપાય કરવો. ૩૯૯. (શ્રી મોતમામ કારાક) * જેવી રીતે પવનના લાગવાથી અગ્નિ ભભૂકી ઊઠે છે, તેવી રીતે બાર ભાવનાઓનું ચિત્તવન કરવાથી સમતારૂપી સુખ પ્રગટ થાય છે. જ્યારે જીવ આત્મસ્વરૂપને જાણે છે ત્યારે જ જીવ મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. ૪00. (શ્રી છઢાળ) * દેહ ગળવા ટાણે મતિ-શ્રુતની ધારણા-ધ્યેય વગેરે બધું
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy