________________
[ વૈરાગ્યવર્ષા * પ્રત્યેક ક્ષણે જે આયુષ્યની હાનિ થઈ રહી છે એ યમરાજનું મુખ છે, તેમાં (યમરાજના મુખમાં) બધા જ પ્રાણી પહોંચે છે. અર્થાત્ બધા પ્રાણીઓનું મરણ અનિવાર્ય છે. છતાં એક પ્રાણી બીજા પ્રાણીનું મૃત્યુ થતાં શોક કેમ કરે છે? અર્થાત્ જો બધા સંસારી પ્રાણીઓનું મરણ અવશ્ય થનાર છે, તો એકે બીજો મરતાં શોક કરવો ઉચિત્ નથી. ૩૩૪.
(શ્રી પદ્મનંદ પંવિતિ)
૮૩
* સંસારસે ઉત્પન્ન હુઈ અપની જ્વાલાઓકે સમૂહસે લોકકો ભસ્મ કરદેનેવાલી અગ્નિમેં પ્રવેશ કરના અચ્છા હૈ, જિસમેં બડી બડી લહરે ઉઠ રહી હૈ તથા જો મગર વ ઘડયાલ આદિ હિંસક જલજંતુઓંસે ભયકો ઉત્પન્ન કરનેવાલા હૈ ઐસે સમુદ્રકે જલમેં પ્રવેશ કરના અચ્છા હૈ અથવા જહાં નાના પ્રકારકે બાણોં (શસ્ત્રો) કે દ્વારા અનેક શૂરવીર મારે જા રહે હોં ઐસે શત્રુઓંસે ભયાનક યુદ્ધમેં ભી પ્રવેશ કરના અચ્છા હૈ, પરંતુ સૈકડો ભવોમે અનંત દુઃખકો ઉત્પન્ન કરનેવાલે સ્રીસુખકે મધ્યમેં પ્રવેશ કરના અચ્છા નહીં હૈ. (તાત્પર્ય યહ કિ સ્ત્રીજન્ય સુખ ઉપર્યુક્ત જાજ્વલ્યમાન અગ્નિ આદિસે ભી ભયાનક હૈ). ૩૩૫. (શ્રી સુભાષિતરત્નસંદોહ)
* આશારૂપ ખાણ નિધિઓથી પણ અતિશય અગાધ છે. વળી એ એટલી બધી ગહન અને વિશાળ છે કે જે ત્રિલોકની સમસ્ત વિભૂતિથી પણ ભરાવી અસંભવ છે. માત્ર એક આત્મગૌરવઆત્મમહત્તારૂપ ધન વડે સહજમાં તે ભરાય છે કે જે હજારો પ્રકારની તૃષ્ણારૂપ દુઃખદ વ્યાકુળતાને શમાવવામાં એક અદ્વિતીય અમોઘ ઔષધ છે. ૩૩૬. (શ્રી આત્માનુશાસન)
* અજ્ઞાની-બહિરાત્મા જેમાં-શરીર-પુત્ર-મિત્રાદિ બાહ્ય પદાર્થોમાં-વિશ્વાસ કરે છે તેનાથી-શરીરાદિ બાહ્ય પદાર્થોથી બીજું કોઈ ભયનું સ્થાન નથી અને જેનાથી-પરમાત્મસ્વરૂપના અનુભવથી
વૈરાગ્યવર્ધા ]
૮૪
૩૩૭.
તે ડરે છે તેનાથી બીજું કાંઈ આત્માને નિર્ભયતાનું સ્થાન નથી. (શ્રી સમાધિતંત્ર) * ઇન્દ્રિયોકે ભોગોસે હોનેવાલા સુખ સુખસા દિખતા હૈ, પરંતુ વહ સચ્ચા સુખ નહીં હૈ. વહ તો કર્મોકા વિશેષ બંધ કરાનેવાલા હૈ તથા દુ:ખોકે દેનેમેં એક પંડિત હૈ અર્થાત્ મહાન દુ:ખદાયક હૈ. ૩૩૮. (શ્રી સારસમુચ્ચય)
* આ સંસારમાં સુખ તો બે દિવસનું છે, પછી તો દુઃખોની પરિપાટી છે; તેથી હું હૃદય! હું તને શિખામણ આપું છું કે તારા ચિત્તને તું વાડ કર, અર્થાત્ મર્યાદામાં રાખ ને સાચા માર્ગમાં જોડ. (શ્રી પાડદોલા)
૩૩૯.
* જીવ અને શરીર પાણી અને દૂધની જેમ મળેલાં છે તોપણ ભેગાં-એકરૂપ નથી, જુદાં જુદાં છે; તો પછી બહારમાં પ્રગટરૂપથી જુદાં દેખાય છે એવા લક્ષ્મી, મકાન, પુત્ર અને સ્ત્રી વગેરે મળીને એક કેમ હોઈ શકે? ૩૪૦, (શ્રી છઢાળા)
* પ્રેમ સમાન કોઈ બંધન નથી. વિષય સમાન કોઈ વિષ નથી. ક્રોધ સમાન કોઈ શત્રુ નથી. જન્મ સમાન કોઈ દુ:ખ નથી. સૌથી મોટું બંધન પ્રેમ છે, સૌથી મોટું વિષ વિષય છે, સૌથી મોટો શત્રુ ક્રોધ છે. સૌથી મોટું દુઃખ જન્મ છે. ૩૪૧. (શ્રી ચંદ્રપ્રભ ચરિત્ર)
* મને ઇષ્ટ પદાર્થોનો વિયોગ ન થઈ જાય તથા અનિષ્ટ પદાર્થનો સંયોગ ન થઈ જાય એવા પ્રકારથી આ જન્મમાં આક્રંદ કરવાને આલોકભય કહે છે, તથા ન જાણે આ ધન સ્થિર રહેશે કે નહિ, દૈવયોગથી કદાચિત્ દારિદ્રતા પ્રાપ્ત ન થઈ જાય ઇત્યાદિક માનસિક વ્યથારૂપ ચિંતા મિથ્યાર્દષ્ટિઓને બાળવા માટે સદાય સળગતી જ રહે છે. ૩૪૨. (શ્રી પંચાધ્યાયી)