________________
પ૮
પ૭
[વૈરાગ્યવર્ધા * દૂધ અને પાણીની માફક અભેદવતું મળેલા એવા જીવ અને શરીરમાં જ જ્યારે પ્રત્યક્ષ ભેદ છે તો પછી સ્પષ્ટ પરરૂપ જણાતાં સ્ત્રી, પુત્ર, ધનાદિ, ચેતન-અચેતન બાહ્ય પદાર્થોની ભિન્નતાનું તો કહેવું જ શું? એ તો પ્રગટ ભિન્ન છે એમ સમ્યપણે વિચારી આ જગતના સર્વ ચેતન-અચેતન પર પદાર્થો પ્રત્યેનો સ્નેહ વિવેકી પુરુષો છોડે છે. ૨૩૦.
(શ્રી આત્માનુશાસન) * દેવ, નર, નારકી અને તિર્યંચના શરીર જડ છે; તેમાં ચેતનનો અંશ પણ નથી. શ્રમથી તેને શૃંગારે છે અને ખાન-પાનઅર્ક-રસાદિ લગાવવારૂપ અનેક જતન કરે છે, જૂઠમાં જ આનંદ માની માની હરખાય છે. મરેલાંની સાથે જીવતાની સગાઈ કર્યો કાર્યને કેવી રીતે સુધારે ? જેમ શ્વાન હાડને ચાવે અને તેથી પોતાના ગાલ, ગળું અને પેઢાંમાંથી લોહી ઉતરે તેને જાણે કે ભલો સ્વાદ છે, તેમ મૂઢ પોતે દુઃખમાં સુખની કલ્પના કરે છે, પરફંદમાં સુખકંદ-સુખ માને છે. ૨૩૧.
(શ્રી અનુભવપ્રકાશ) * જો તૃષ્ણારૂપી રોગ ભોગોકે ભોગનેરૂપ ઔષધિસેવાસે મિટ જાવે તબ તો ભોગોંકો ચાહના, મિલાના વ ભોગના ઉચિત હૈ. પરંતુ જબ ભોગોકે કારણ તૃષ્ણાકા રોગ ઓર અધિક બઢ જાવે તબ ભોગોંકી દવાઈ મિથ્યા હૈ, યહ સમજકર ઇસ દવાકા રાગ છોડ દેના ચાહિયે, વ સચ્ચી દવા ટૂંઢની ચાહિયે, જિસસે તૃણાકા રોગ મિટ જાવે. વહ દવા એક શાંતરસમય નિજ આત્માકા ધ્યાન હૈ જિસસે સ્વાધીન આનંદ જિતના મિલતા જાતા હૈ ઉતના ઉતના હી વિષયભોગકા રાગ ઘટતા જાતા હૈ. સ્વાધીન સુખકે વિલાસસે હી વિષયભોગોંકી વાંછા મિટ જાતી હૈ. અતએચ ઇન્દ્રિય સુખકી આશા છોડકર અતીન્દ્રિય સુખકી પ્રાપ્તિના ઉદ્યમ કરના ચાહિયે.
વૈરાગ્યવષ ] ૨૩૨.
(શ્રી તત્ત્વભાવના) * જિનકી વિષયભોગોંકી ઇચ્છા નષ્ટ હો ચુકી હૈ ઉનકો જો યહાં સુખ પ્રાપ્ત હોતા હૈ વહ ન તો ઇન્દ્રોંકો પ્રાપ્ત હો સકતા હૈ ઔર ન ચક્રવર્તીયોકો ભી. ઇસલિયે મનમેં અતિશય પ્રીતિ ધારણ કરકે થે જો વિષયરૂપ શત્રુ પરિણામ મેં અહિતકારક હૈં ઉનકો છોડો ઔર ધર્મકા આરાધન કરો. ૨૩૩. (શ્રી સુભાષિતરત્નસંદોહ)
કે આ દેહમાં ઠેકઠેકાણે લોહીના કુંડ અને વાળના ઝુંડ છે, એ હાડકાઓથી ભરેલો છે જાણે ચૂડેલોનું નિવાસસ્થાન જ છે. જરાક ધક્કો લાગતાં એવી રીતે ફાટી જાય છે જાણે કાગળનું પડીકું અથવા કપડાની જૂની ચાદર. એ પોતાનો અસ્થિર સ્વભાવ પ્રગટ કરે છે પણ મૂર્ખાઓ એના પ્રત્યે સ્નેહ કરે છે. એ સુખનો ઘાતક અને બુરાઈઓની ખાણ છે. એના જ પ્રેમ અને સંગથી આપણી બુદ્ધિ ઘાણીના બળદ જેવી સંસારમાં ભટકનાર થઈ ગઈ છે. ૨૩૪.
(શ્રી નાટક સમયસાર) * હે મૂઢ પ્રાણી! ઇસ સંસારમેં તેરે સન્મુખ જો કુછ સુખ વા દુઃખ હૈં. ઉન દોનોં કો જ્ઞાનરૂપી તુલામેં (તરાજૂમે) ચઢાકર તોલેગા, તો સુખસે દુ:ખ હી અનંતગુણા દીખ પડેગા, કોકિ યહ પ્રત્યક્ષ અનુભવગોચર હૈ. ૨૩૫.
(શ્રી જ્ઞાનાવ) * ઉત્તમ વિવેકવાન પુરુષો તો આ શરીરને રુધિરાદિ મહાનિંદ્ય અને અત્યંત ગ્લાનિયુક્ત પદાર્થોનો ભરેલો એક કોથળો સમજે છે, પણ એમાં રતિ પામતા નથી. ગંદી અને પ્રતિપળે માત્ર દુઃખની જ જન્મદાતા એવી કાયાનો મોહ વિવેકવાન ઉત્તમ પુરુષો કરતા નથી. ૨૩૬.
(શ્રી ખાત્માનુશાસન)