________________
૧૯
[ વૈરાગ્યવર્ષા સબ હી જાતે ઔર આતે હૈં અર્થાત્ નિરંતર ગમન આગમન કરતે રહતે હૈં. પરંતુ જીવોકે ગયે હુએ શરીર સ્વપ્નમેં ભી કભી લૌટકર નહિ આતે. યહ પ્રાણી વૃથા ઇનસે પ્રીતિ કરતા હૈ. ૭૧.
(શ્રી જ્ઞાનાર્ણવ)
* મનુષ્ય મનમાં પ્રતિદિન પોતાના કલ્યાણનો જ વિચાર કરે છે, પરંતુ આવેલી ભવિતવ્યતા (દૈવ) તે જ કરે છે કે જે તેને રુચે છે. તેથી સજ્જન પુરુષ રાગ-દ્વેષરૂપી વિષ રહિત થઈને મોહના પ્રભાવથી અતિશય વિસ્તાર પામતા અનેક વિકલ્પોનો ત્યાગ કરીને સદા સુખપૂર્વક સ્થિતિ કરો. ૭૨. (શ્રી પદ્મનંદિ પંચવિંશતિ)
* સંસારકો અનિત્ય, દુઃખોકા ઘર વ અસાર વિચા, શરીરકો અપવિત્ર વ નાશવંત સોચે વ ઇન્દ્રિયભોગોકો ક્ષણભંગુર વ અતૃપ્તિકારી જાનેં. સંસારકી સર્વ પર્યાયે ત્યાગને યોગ્ય હૈ, કેવલ એક શુદ્ધ આત્માકી પરિણતિ હી ગ્રહણ કરને યોગ્ય હૈ. ઐસા વૈરાગ્ય જિસકો હોગા વહી મોક્ષપ્રાપ્તિ કરનેકા પ્રેમી હોગા. ૭૩. (શ્રી મમલપાહુડ) * આ સંસારમાં સમત પદાર્થો વિષય અર્થાત્ ભોગ્ય વસ્તુ છે. તે સર્વનો યોગ મોટા પુણ્યવાનને પણ સર્વાંગપણે મળતો નથી અર્થાત્ એવું કોઈ પુણ્ય જ નથી કે જે વડે બધાય મનોવાંચ્છિત (પદાર્થો) મળે. ૭૪. (શ્રી સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા)
* હે મૂર્ખ પ્રાણી! સંસારકે ભીતર હોનેવાલે દુખોસે તુજે વૈરાગ્ય ક્યોં નહીં આતા હૈ જિસસે તૂ ઇસ સંસારમેં વિષયોકે ભીતર ફસા હુઆ લોભ દ્વારા જીત લિયા ગયા હૈ? ૭૫.
(શ્રી સારસમુચ્ચય) * હે વિદ્વજનો! ધન, મહેલ અને શરીર આદિના વિષયમાં
વૈરાગ્યવર્ધા ]
૨૦
મમત્વબુદ્ધિ છોડીને શીવ્રતાથી કાંઈ પણ પોતાનું એવું કાર્ય કરો કે જેથી આ જન્મ ફરીથી પ્રાપ્ત ન કરવો પડે. બીજા સેંકડો વચનોના બાહ્ય ડોળથી તમારું કાંઈ પણ ઇષ્ટ સિદ્ધ થવાનું નથી. આ જે તમને ઉત્તમ મનુષ્યપર્યાય આદિ સ્વહિત-સાધક સામગ્રી પ્રાપ્ત થઈ છે તે ફરીથી પ્રાપ્ત થશે અથવા નહિ થાય એ કાંઈ નક્કી નથી અર્થાત્ તેનું ફરી પ્રાપ્ત થવું બહુ જ કઠણ છે. ૭૬.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
* તત્કાલ પ્રાણોને હરનારું ઝેર ખાઈ લેવું સારું, ભયંકરપણે સળગતી અગ્નિમાં પ્રવેશીને બળીને રાખ થઈ જવું સારું અને અન્ય કોઈ પણ કારણ વડે યમરાજની ગોદમાં સમાઈ જવું સારું, પરંતુ તત્ત્વજ્ઞાનથી રહિતપણે આ સંસારમાં જીવવું સારું નથી. (શ્રી સુભાષિતરત્નસંદોહ)
૭૭.
* હે જીવ! આત્મકલ્યાણને અર્થે કાંઈક યત્ન કર! કર! કેમ શઠ થઈ પ્રમાદી બની રહે છે? જ્યારે એ કાળ પોતાની તીવ્ર ગતિથી આવી પહોંચશે ત્યારે યત્ન કરવા છતાં પણ તે રોકાશે નહિ-એમ તું નિશ્ચય સમજ. ક્યારે, ક્યાંથી અને કેવી રીતે એ કાળ અચાનક આવી ચડશે તેની પણ કોઈને ખબર નથી. એ દુષ્ટ યમરાજ જીવને કાંઈ પણ સૂચના પહોંચાડ્યા સિવાય એકાએક હુમલો કરે છે તેનો તો કાંઈક ખ્યાલ કર! કાળની અપ્રહત અરોક ગતિ આગળ મંત્ર, તંત્ર અને ઔષધાદિ સર્વ સાધન વ્યર્થ છે. ૭૮. (શ્રી આત્માનુશાસન)
* દેખો! ઇન જીવોંકા પ્રવર્તન કૈસા આશ્ચર્યકારક હૈ કિ શરીર તો પ્રતિદિન છીજતા જાતા હૈ ઔર આશા નહિ છીજતી હૈ; કિન્તુ બઢતી જાતી હૈ, તથા આયુર્બલ તો ઘટતા જાતા હૈ ઔર