SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ભવે મોક્ષે જાય છે. . પ્રમત્ત-સંયત ગુણસ્થાનક: સાધનામાં અસાવધને પ્રમત્ત કહે છે. સંયત એટલે સાધુ, સાધુ જીવનની નિયત આચારસંહિતામાં જે મનપસંદ છૂટછાટ લે છે. આચારોમાં જે સાધુ અતિચાર લગાર્ડ છે. તેને પ્રમત્ત સંયત કહે છે. તેની અવસ્થાનું સ્થાન એટલે પ્રમત્તસંયતિ ગુણસ્થાનક. આ અવસ્થા પ્રાપ્ત જીવાત્મા ત્રીજા અથવા ૧૫મા ભવે મોક્ષે જાય છે. ૭. અપ્રમત્ત-સંયતિ ગુણસ્થાનક: જે સાધુ મોક્ષના ધ્યેયને પ્રતિપળ નજર સમક્ષ રાખીને વિશુદ્ધ સંયમનું પાલન કરે છે, કોઈપણ પ્રકારની પાપપ્રવૃત્તિ કરતો નથી તે અપ્રમત્ત-સંયતિ છે. આ અવસ્થાએ પહોંચેલ જીવાત્મા મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા આ પાંચ પ્રમાદથી તમામ પ્રયત્નોથી દૂર રહીને સાધુની આચારસંહિતાનું કડક ને કઠોર પાલન કરે છે. આ સ્થાને આવેલો જીવાત્મા ઓછામાં ઓછા તે જ ભવે મોક્ષે જાય છે. અથવા વધુમાં વધુ ત્રીજા ભવે મોક્ષે જાય છે. ૮. નિવૃત્તિ-બાદર ગુણસ્થાનક: આ સ્થાનને ‘અપૂર્વકરણ' પણ કહે છે. આ અવસ્થામાં જીવાત્મા સ્થળ કષાયથી નિવૃત્ત થાય છે. તેના આત્માની વિશુદ્ધિ વિપુલ માત્રામાં થાય છે. રાગ, દ્વેષ અને મોહને તે વધુને વધુ ઉપશાંત કરે છે. આ અવસ્થા પ્રાપ્ત જીવાત્મા તે જ ભવે અથવા ત્રીજા ભવે મોક્ષે જાય છે. ૯. અનિવૃત્તિ-બાદર ગુણસ્થાનક: આ અવસ્થામાં જીવાત્માના કષાય ખૂબ જ મોળા અને પાતળા પડી જાય છે. આ ઊંચાઈએ આવતા જીવાત્મા કષાયની પ્રવૃત્તિઓથી નિવૃત્ત બની જાય છે. આ અવસ્થાપ્રાપ્ત જીવાત્મા તે જ ભવે અથવા ત્રીજે ભવે મોક્ષ પામે છે. ૧૦. સૂક્ષ્મ-સંપરાય ગુણસ્થાનક: આ અવસ્થાએ પદારોપણ કરતા જીવાત્મામાં માત્ર લોભ કષાય સિવાયના બાકીના બધા જ કષાય ઉપશાંત થઈ જાય છે. લોભ-કષાયના સૂક્ષ્મ અંશો જ તેનામાં હોય છે. આવો જીવાત્મા તે જ ભવે કે ત્રીજે ભવે મોક્ષે જાય છે. ૧૧. ઉપશાન્ત-મોહ ગુણસ્થાનક: જેનો મોહ અત્તર મુહૂર્ત સુધી ઉપશાંત થયો છે તે વ્યવસ્થાને ઉપશાન્ત-મોહ ગુણસ્થાનક કહે છે. આ અવસ્થા પ્રાપ્ત જીવાત્મા તેજ ભવે અથવા ત્રીજે ભવે મોક્ષે જાય છે. ૧૨. ક્ષીણ-મોહ ગુણસ્થાનક: જેનો મોહ સર્વથા ક્ષીણ થાય છે, તે અવસ્થાને ક્ષીણમોહ – ગુણ - સ્થાનક કહે છે. આ અવસ્થાએ પહોંચતા જીવાત્મા નિર્મોહી અને વીતરાગ થઈ જાય છે. તે જ ભવે મોક્ષે જાય ૧૩. સયોગી-કેવળી ગુણસ્થાનક: આ અવસ્થાએ આત્મા સર્વથા ઘાતી કર્મોથી અનાવૃત્ત થઈ જાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય કર્મોનો સર્વથા ક્ષય થઈ જાય છે. આત્મા અહીં સર્વજ્ઞ અને સર્વદર્શી બને છે. ૧૪. અયોગી-કેવળી ગુણસ્થાનક: આત્માની ઉપલબ્ધિનું અંતિમ ચરણ અયોગ અવસ્થા છે. અહીં આત્માના મૂળગુણો અને સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. બાકીના બધાં જ કર્મોનો ક્ષય થાય છે. આત્મા વિમળ અને વિશુદ્ધ બને છે અને તમામ કર્મોનો સર્વથા ક્ષય થતાં તે પરમાત્મા બને છે. તે જીવનમુક્ત બને છે. જૈન સાહિત્ય જૈન સાહિત્યનું ફલક વિશાળ અને અગાધ છે. સમગ્ર જૈન સાહિત્યનો પરિચય આપવા માટે ગ્રંથોના ગ્રંથ લખવા પડે. જૈન સાહિત્ય વૈવિધ્યપૂર્ણ છે, જીવનના તમામ ક્ષેત્રે સર્જકોએ પોતાની યશસ્વી કલમ ચલાવી સંક્ષેપમાં વિચારીએ તો જૈન સાહિત્ય આગમ અને આગમેતર એમ મુખ્ય બે વિભાગમાં વિભક્ત છે. જૈન સાહિત્યમાં આગમ પ્રાચીનતમ છે. શ્રી તીર્થંકર પરમાત્માએ ચતુર્વિધ સંઘ-તીર્થની સ્થાપના કરી હતી. તેમની સમક્ષ તેમણે સત્યનું નિરૂપણ કર્યું. કર્મ, આત્મા અને મોક્ષનું સ્વરૂપ સમજાવ્યું. વીતરાગ ભગવંતની આ વાણી “આગમ' બની ગઈ. શ્રમણ ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ગૌતમસ્વામી આદિ ૧૧ ગણધર ભગવંતોએ ભગવાનની આ વાણીને સૂત્ર-બદ્ધ કરી. તેમાં મુખ્ય બાર ભાગ થયા. આથી તેનું નામ દ્વાદશાંગી’ પડ્યું. જૈનાગમોની સંખ્યા મુખ્યત્વે ૪૫ છે. તેની ભાષા અર્ધમાગધી છે. ભગવાન મહાવીરના સમયમાં લેખનની પરંપરા ન હતી. આ પરંપરા વીરનિર્વાણના ૯૦૦ થી વધુ વર્ષ બાદ શરૂ થઈ. એ અગાઉ સમગ્ર જૈન વાંગ્મય સ્મૃતિ પર આધારિત હતું. આ આગમ-સાહિત્ય ચાર અનુયોગમાં પથરાયેલું છે. અનુયોગ એટલે સૂત્ર અને અર્થનો યથોચિત સંબંધ. આર્ય શ્રી વજસ્વામીના (નિર્વાણ: વીર સં. ૫૮૪) સમય સુધી દરેક સૂત્રમાં ચારેય અનુયોગ (તત્ત્વજ્ઞાન, ६५
SR No.009227
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2004
Total Pages69
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size435 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy