________________
સંબંધ... ક્યારે વળી કોઈ સગપણ! જન્મ બદલશે, જીવન બદલશે અને સંબંધો બદલાઈ જશે-દુશ્મન દોસ્ત બની જશે... દોસ્ત દુશ્મની દાખવશે. કોઈ જ સંબંધ અને સગપણ સ્થાયી નથી રહેતા. વિચિત્ર છે આ સંસાર! આવી વિચારણા કરવી તે “સંસાર ભાવના” છે.
આ માટે રાજકુમારી મલ્લિનું દ્રષ્ટાંત બોધક અને બળપ્રદ છે.
૪. એકત્વ ભાવના: જ્યારે એકલતાની આગ દઝાડવા માંર્ડ... કોઈ આપણું ના રહે... ત્યારે વિચારવું કે સંસારમાં જીવ એકલો જન્મે છે, એકલો મરે છે. તે એકલો જ શુભ-અશુભ કર્મ બાંધે છે અને તે મુજબ તેનાં ફળ પણ જીવાત્મા એકલો જ ભોગવે છે. ભરચક્ક ભીડમાં પણ જીવાત્મા એકલો અને અટૂલો છે. કારવાં અને કાફલામાં જીવતો માણસ પણ એકાકી છે... આમ મનન કરવું તે “એકત્વ ભાવના' છે.
સુગ્રીવનગરના મૃગાપુત્રનું દ્રષ્ટાંત આ ભાવનાનું પોષક અને સંવર્ધક છે.
૫. અન્યત્વ ભાવના: જ્યારે શારીરિક પીડા કે માનસિક પીડાથી વલવલવું પડે ત્યારે વિચારવું. શરીર અને આત્મા અલગ છે. દેહ તો જડ છે, મારો આત્મા ચૈતન્યમય છે, આત્મા અવિનાશી છે... એનો નાશ નથી. દેહ તો એક દિવસે બળીને રાખ થઈ જ જશે! પીડા શરીરને થાય છે... આત્મા તો અળગો છે... અલિપ્ત છે.. શરીર મારૂં નથી... હું કાંઈ શરીર નથી... આમ વારંવાર વિચાર્યા કરવું.
આ માટે નમિરાજનું દ્રષ્ટાંત માર્ગદર્શક છે.
૬. અશુચિ ભાવના: જ્યારે પણ અન્ય શરીરનું આકર્ષણ જાગે કે.. વાસનાનો જુવાળ મનને ભરડો લે અથવા તો પોતાની ખુબસૂરતી માટે અભિમાન ફૂંફાડા મારે ત્યારે વિચારવું કે લાખ પ્રયત્ન કરવા છતાં શરીર સર્વથા અને સંપૂર્ણ શુદ્ધ થતું નથી. કારણ શરીર સ્વયં આખું અનેક ગંદા તત્ત્વોનું બનેલું છે. અને શરીરમાં લોહી છે, માંસ છે, શ્લેષ્મ છે, ઘૂંક છે, મળ-મૂત્ર છે. ઉપર ઉપર કાળી, ગોરી કે ગુલાબી ચામડીનું આવરણ છે. આવા ગંદા ને ગંધાતા શરીરમાં શું મોહવું? તેની શી માયા-મમતા રાખવી. આવું વિચારવું તે “અશુચિત્વ ભાવના' છે.
સનતકુમાર ચક્રવર્તીનું દ્રષ્ટાંત આ ભાવના માટે પ્રેરક અને બોધક છે.
૭. આશ્રવ ભાવના: વિચારવું કે હે જીવ! તું અનંત સંસારમાં અનંતી વાર ભટક્યો એ બધાનું મૂળભૂત કારણ આશ્રવ છે. કર્મોને આવતાં રોક્યા નહિ, આથી તું હજી પણ ભવભવમાં ભટકી રહ્યો છે. આ જાણી-સમજીને હે જીવ! તું આશ્રવને છોડ. યથાશક્ય તપ-ત્યાગ અને વ્રત કર.
ચંપાનગરીનો શ્રાવકપુત્ર સમુદ્રપાળ આ ભાવના ઉત્કટપણે ભાવીને મોક્ષે ગયો હતો.
૮. સંવર ભાવના: મન, વચન અને કાયાને અશુભ વૃત્તિ અને પ્રવૃત્તિમાંથી વાળીને તેને શુભ વૃત્તિ અને પ્રવૃત્તિમાં રત રાખવાથી જ કર્મ-બંધ થતો અટકે છે, એમ વિચારી-માની તે માટે પ્રવૃત્ત થવું તે “સંવર ભાવના' છે.
આ ભાવનાનું સચોટ ઉદાહરણ હરિકેશ મુનિ છે.
૯. નિર્જરા ભાવનાઃ ‘તપ કરવાથી જ કર્મોનો ક્ષય થાય છે, એમ માનીને તપ કરવું, તે ‘નિર્જરા ભાવના’ છે.
અર્જુનમાળીએ આ ભાવના ભાવીને પોતાનો ભવાન્ત કર્યો હતો.
૧૦. લોક-સ્વભાવ ભાવનાઃ ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના સ્વભાવવાળા ૧૪ રાજલોકના સ્વરૂપનું વારંવાર ચિંતન-મનન કરવું તે ‘લોક-સ્વભાવ ભાવના’ છે.
આ ભાવના ભાવતાં ભાવતાં શિવરાજર્ષિ સિદ્ધિગતિ પામ્યા હતા.
૧૧. બોધિદુર્લભ ભાવના: મનુષ્યજન્મ, ઊંચું કૂળ, નિરોગી કાયા, ધર્મશ્રવણ આદિ મળવા હજી સરળ છે પરંતુ સદુધર્મ પર શ્રદ્ધા થવી અતિ દુર્લભ છે, આમ ચિંતવવું તે ‘બોધિદુર્લભ ભાવના' છે. શ્રદ્ધાના ભાવને સુદઢ બનાવવો... એ માટેના ઉપાયો ચિંતવવા જોઈએ.
ભગવાન શ્રી ઋષભદેવના ૯૮ પુત્રોએ આ ભાવના ભાવીને પોતાનો ભવોદ્ધાર કર્યો હતો.
૧૨. ધર્મ ભાવના: માનવજન્મનું ચરમ અને પરમ લક્ષ્ય મોક્ષ જ છે. માનવભવ સિવાય મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી અને ધર્મની સાધના વિના માનવભવ મળતો નથી. આમ વિચારવું તે “ધર્મધ્યાન' છે. ધર્મના ભાવાત્મક અને ક્રિયાત્મક બંને સ્વરૂપને ઓળખવા.
ધર્મનું મૂળ દયા છે. ધર્મરૂચિ અણગારે આ દયામૂલક “ધર્મભાવના' ભાવી હતી.
૧૩. મૈત્રી ભાવનાઃ સકલ સૃષ્ટિના નાનાં-મોટાં તમામ જીવો પ્રત્યે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો. કોઈની પણ સાથે વૈરવૃત્તિ કે વૈરભાવ રાખવા નહિ. કેટલું નાનું અમથું જીવન? શા માટે કોઈનીય સાથે દુશ્મની કે
६३