________________
બેઈન્દ્રિય જીવોઃ સ્પર્શ (ત્વચા) અને રસના (જીભ) એમ બે ઇન્દ્રિયવાળા જીવો. જેમ કે શંખ, કોડા, કરમિયા, વાસી અનાજનો વ, પોરાં, લાકડાંનાં કીડા, અળસિયા વર્ગર,
તેન્દ્રિય જીવ: સ્પર્શ, રસના અને ઘાણ (નાક) આ ત્રણ ઇન્દ્રિયવાળા જીવો, જેમકે માંકડ, જુ, લીખ, ઉધઈ, કીડી, મંકોડા, ઈયળ, કાનખજુરા વગેરે.
ચરિન્દ્રિય જીવો; સ્પર્શ, રસના, પ્રાણ અને ચક્ષુ – આ ચાર ઇન્દ્રિયવાળા છો, જેમકે વીંછી, ભમરા-ભમરી, તીડ, માખી, ડાંસ, મચ્છર, કંસારી, કરોળિયા વગેરે.
પંચેન્દ્રિય જીવો: સ્પર્શ, રસના, ઘ્રાણ, ચક્ષુ અને શ્રવણ (કાન) આ પાંચ ઇન્દ્રિયવાળા જીવો. જેમકે
૧. નારકી (સાત નરકના જીર્વા
૨. તિર્યંચ (જલચર, સ્થળચર, ખેચર વગેરે પ્રાણીઓ)
૩. દેવ (વિવિધ દેવલોકના દેવો)
૪. મનુષ્ય (માણસ તરીકે જીવતા જીવો)
આ પંચેન્દ્રિય જીવો મનવાળા અને મન વગરના એમ બે પ્રકારના હોય છે. મન એટલે ભૂત, ભવિષ્ય બે અને વર્તમાનકાળ સંબંધી વિચારણા કરવાની ક્ષમતા આવે છે, જેના દ્વારા શબ્દ, રૂપ આદિ વિષયોને ગ્રહણ કરવામાં આવે છે, તેને મન કહે છે. જેમને આવું મન હોય છે, તેને ‘સમનસ્ક’ અથવા ‘સંજ્ઞી’ જીવો કહે છે. અને જેમને મન નથી તેમને ‘અમનસ્ક' અથવા ‘અસંજ્ઞી’ કહે છે.
નારકી, દેવતા, ગર્ભાત્પન્ન તિર્યંચ અને ગર્ભાત્પન્ન મનુષ્ય-આ બધાં સમતસ્ક-સંજ્ઞી પંચેન્દ્રિય જીવો છે. આ સિવાયના સંમૂમિ તિર્યંચ અને સંમૂર્તિમ મનુષ્ય અમન-અસંજ્ઞી પંચન્દ્રિય જીવો છે.
જન્મના પ્રકાર
જન્મ કહીં, ઉત્પત્તિ કહો, ભવ કર્યો, આ ત્રણેય એકાર્થી શબ્દ છે. તેમાં ગર્ભ, ઉપપાત અને સંમૂકિમ એમ ત્રણ પ્રકાર છે.
૧. ગર્ભજ જીવોઃ જરાયુજ, અંડજ અને પોતજ આ ત્રણ ગર્ભથી ઉત્પન્ન થાય છે.
જરાયુજ: જન્મ સમયે જે એક પ્રકારની ઓળ-નાળથી વીંટળાયેલા હોય છે તેને જરાયુજ કહે છે. જેમકે માણસ, ગાય, બકરી વગેરે.
અંડજઃ ઇંડામાંથી ઉત્પન્ન થતાં જીવો, જેમકે મરઘી, કબૂતર વગેરે પક્ષીઓ.
* પોતજઃ ખુલ્લા અંગથી ઉત્પન્ન થતાં જીવા અથવા કોથળીથી ઉત્પન્ન થતાં જીવો જેમકે હાથી, ઉંદર, સસલું, કાંગારૂ વગેરે.
૨. ઉપપાતજઃ દેવતાઓ અને નારકી જીવોનો જન્મ રાય્યામાં કે કુંભીમાં થાય છે, તેને ‘ઉપપાત’ કહે છે. ૩. સંમૂમિ; જે જીવો ન ઉપપાતથી જન્મે છે, ન તો ગર્ભાશયમાંથી જન્મે છે, તેને સંમૂમિ જીવો ક છે. આવા જીવો ઝાડો, પેશાબ, બળખા, લીંટ, ઉલ્ટી વગેરેમાં ઉત્પન્ન થાય છે.
જીવના મુખ્ય ભેદ-મુખ્ય પ્રકાર ઉપર્યુક્ત મુજબ છે.
જીવના ૫૬૩ ભેદ
વિસ્તારથી વળા પ૬૩ પ્રકાર છે. આ પ્રમાણ:
૩૦૩ પ્રકાર
૧૯૮ પ્રકાર
૪૮ પ્રકાર
૧૪ પ્રકાર
૫૬૩ પ્રકાર
માણસના
દેવના
તિર્યંચના
નરકના
કુલ
પર્યાપ્ત
જન્મના પ્રારંભમાં આહાર વર્ગ પુદ્ગલ દ્રવ્યોને ગ્રહણ કરીને, તેને જુદા જુદા રૂપે પરિણમન કરવાની
વિશેષ પ્રકારની શક્તિને પર્યાપ્તિ કહે છે. તે છ પ્રકારની છે:
૧. આહાર, ૨. શરીર, ૩. ઈન્દ્રિય, ૪. શ્વાર્સોશ્વાસ, ૫. ભાષા અને ૬. મત્ર, - આ છ બે યોગ્ય પુદ્દગલોનું ગ્રહણ, પરિણમન અને ઉત્સર્જન કરનારી પૌદ્ગલિક શક્તિના નિર્માણને ક્રમશઃ આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ અને મન: પર્યાપ્તિ કહે છે. આ છ, એનું નિર્માણ જન્મના સમર્થ એક સાથે શરૂ થાય છે.
४४