________________
રત રહે છે. સુવ્રત શ્રેષ્ઠિની સુંદર કથા આ પર્વ સાથે જોડાયેલી છે. અક્ષય તૃતીયા
વૈશાખ સુદ ત્રીજને “અક્ષય તૃતીયા' કહેવામાં આવે છે. સુદીર્ઘ વરસીતપના પારણાનો આ દિવસ છે. વરસીતપના તપસ્વીઓ આ દિવસે મુખ્યત્વે પાલિતાણા જઈને ગિરિરાજ શ્રી શત્રુંજયની પવિત્ર છાયામાં બેસીને શેરડીના રસથી વિધિવત્ પારણું કરે છે.
આ કાળચક્રના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવે વૈશાખ સુદ ત્રીજના રોજ લગાતાર એક વરસના ઉપવાસનું પારણું કર્યું હતું. આ તપ તેમનું સમ્યક્ અનુસરણ છે. પોષ દશમી
આ કાળચક્રના ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથનો જન્મ માગસર વદ ૧૦ના વારાણસી ગામમાં થયો હતો. આ દિવસ ‘પોષ દશમી' તરીકે જૈનોમાં ખ્યાત અને આરાધ્ય બન્યો છે. હજારો આરાધકો, ખાસ કરીને શંખેશ્વર તીર્થમાં જઈને અઠ્ઠમ તપ સાથે શ્રી પાર્શ્વપ્રભુની આરાધના કરે છે. તેમના નામનો જાપ કરે છે. ધ્યાન ધરે છે.
જેન ઉત્સવો
સ્નાત્ર મહોત્સવ
અંતરના ઉલ્લાસ અને ઉમંગથી પરમાત્માની પ્રતિમાને પંચામૃતથી અભિષેક કરવો, કેસર-ચંદનથી પૂજા કરવી, તેમને નૈવેદ્ય અર્પણ કરવું, તેમની સન્મુખ ગીત-સંગીત-નૃત્યથી ભક્તિ કરવી, આ બધાનું એક નામ ‘સ્નાત્ર પૂજા’ કે ‘સ્નાત્ર મહોત્સવ' છે.
મોટાભાગના જૈન દેરાસરોમાં નિત્ય સ્નાત્ર-પૂજા થાય છે. અઠ્ઠાઈ મહોત્સવ, શાંતિસ્નાત્ર આદિ વિવિધ જિનભક્તિના મહોત્સવનો પ્રારંભ આ સ્નાત્ર-પૂજાથી થાય છે. આ પૂજાનું આયોજન વ્યક્તિગત પણ થઈ શકે છે. અને સમુહમાં પણ થઈ શકે છે. અઠ્ઠાઈ મહોત્સવ
આઠ દિવસની લગાતાર સામૂહિક જિનભક્તિનો અઠ્ઠાઈ મહોત્સવ કહેવાય છે. પાંચ દિવસની પણ સળંગ અને સામૂહિક જિનભક્તિનું આયોજન થાય છે, તેને પંચાહ્નિકા મહોત્સવ કહે છે.
આ મહોત્સવમાં દેરાસરને ધજા-તોરણ અને રોશનીથી શણગારવામાં આવે છે અને સવારથી તે રાત સુધી દેરાસરમાં વિવિધ પ્રકારની પૂજાઓ ભણાવાય છે. આ દિવસોમાં ગીત-સંગીત નૃત્ય આદિથી વાતાવરણ ગુંજતું અને ગાજતું રહે છે. પરમાત્માની પ્રતિમાને પણ મનહર અને મનભર ‘આંગી' કરવામાં આવે છે. શાંતિસ્નાત્ર
જિનભક્તિનો મહોત્સવ પાંચ દિવસનો હોય કે આઠ દિવસનો કે એથી વધુ દિવસોનો, મહોત્સવની પૂર્ણાહુતિના દિવસે આ વિશિષ્ટ પ્રકારનું ‘સ્નાત્ર' ભણાવાય છે. સંઘમાં શાંતિની સ્થાપના થાય એ તેનો મુખ્ય ઉદ્દેશ્ય હોવાથી તેને ‘શાંતિસ્નાત્ર' કહે છે.
આ સ્નાત્રમાં ઉછળતા હૈયે પરમાત્માની પ્રતિમાને વિવિધ પવિત્ર દ્રવ્યો યુક્ત ૨૭ કે ૧૦૮ વાર અભિષેક કરવામાં આવે છે. એની સાથોસાથ મંગળ કુંભસ્થાપન, અખંડ દીપનું સ્થાપન, નવગ્રહનું પૂજન વગેરે માંગલિક ક્રિયાઓ પણ કરવામાં આવે છે.
‘શાંતિ સ્નાત્ર' દ્વારા સમસ્ત વિશ્વમાં શાંતિ સ્થપાય, સમસ્ત જીવોનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરાય છે. જે માટે મંત્રગર્ભિત શ્લોકોનું પઠન કરવામાં આવે છે. સિદ્ધચક્રપૂજન
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ-આ નવને ‘સિદ્ધચક્ર' કહેવામાં આવે છે. આ ‘સિદ્ધચક્ર’ ચક્રની જેમ ગોળાકાર હોય છે અને ઉત્તમ ધાતુઓનું તે બનાવાય છે.
ઘઉં, મગ, અડદ, ચણાની દાળ, ચોખા વગેરે દ્રવ્યોથી શ્રી સિદ્ધચક્ર યંત્રનું, સ્વચ્છ અને પવિત્ર જગા પર આલેખન કરવામાં આવે છે. વિવિધ રંગો તેમાં પૂરવામાં આવે છે અને પછી તેનું વિવિધ વિધિઓથી પૂજન
30