________________
લેવાય... એટલું વધારે નુકસાન થાય છે. પેટમાં સોજો, હૃદય અને કિડનીને નુકસાન થાય છે. આલ્કોહોલનું ઝેર લોહીને વધુ ગાઢું બનાવી દે છે. લોહી જામી જાય છે.
વધારે શરાબ પીવાથી હૃદયની નસો અક્ષમ થઈ જવાની દહેશત પણ રહે છે. આંખો બળવા માંડે છે. ઉલ્ટી ઉબકાં થાય છે... ભૂખ મરી જાય છે... થાક વરતાય છે... પરસેવો થાય છે. શરીરમાં ધ્રુજારી અનુભવાય છે.
શરાબના કારણે ગુસ્સો, આવેગ, ચિંતા, ભય, શોક, ઉદાસી, સુસ્તી, આ બધાના શિકાર બનવું પડે છે. માનસિક તનાવ વધ્યા કરે છે. તનાવ વધવાના કારણે લોહી ગરમ રહે છે. પાચન-ક્રિયા મંદ પડી જાય છે. માંસપેશિયો અને નાડી-સંસ્થાન જ્યાં ભેગાં મળે છે. ત્યાં “એસિટલ કોલોન' નામક પદાર્થ પેદા થાય છે. જો કે બીજા બીજા પદાર્થો સાથે મળીને “કાર્બન અને કોગલ’ની ઉત્પત્તિ પણ થાય છે... આ બધાના કારણે ‘લેટિક એસિડ વધી જાય છે. આના લીધે શરીરની ચામડીની મુલાયમતા-મૃદુતા અસ્ત થવા માંડે છે. લોહીના પરિભ્રમણમાં અને પેશીઓના સંચાલનમાં અવરોધ ઊભા થાય છે.
ઓહિયો વિશ્વવિદ્યાલય અમેરિકાના પ્રોફેસર ડૉ. વાત્રેયર સી. રેફ્લેસ પોતાના પુસ્તક “ધ ક્રાઇમ પ્રોબ્લેમ” નામના પુસ્તકમાં લખે છે કે અપરાધની પ્રવૃતિઓ કરવાવાળા વ્યક્તિમાં શરાબ પીવાની, નશો કરવાની, માદક પદાર્થોનો ઉપયોગ કરવાની, અસ્વાભાવિક વિકૃત યૌનભાવની તીવ્ર લાગણીઓ બહુ જ મહત્વનો ભાગ ભજવે
જૈન સંઘની વ્યવસ્થા દરેક તીર્થંકર પોતાના સમયમાં ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. ૧. સાધુ, ૨. સાધ્વી, ૩. શ્રાવક અને ૪. શ્રાવિકા – આ ચાર સંઘ કહેવાય છે. કામદારો, વેપારીઓ, વિદ્યાર્થીઓ આદિના સંઘથી આ સંઘ તદ્દન નોખો અને અનોખો છે. જૈન સંઘની માંડણી તેની વિશિષ્ટ આચાર સંહિતા પર થયેલી છે. તેમાં સત્તાને કોઈ સ્થાન નથી. વગર બંધારણે, વગર ચૂંટણીએ, વ્યક્તિગત સૂઝ-સમજ અને વિવેકથી સંઘ પોતાના ફાળે સ્વીકારેલી જવાબદારીઓનું પ્રસન્ન ચિત્તે વહન કરતો આવ્યો છે. વ્યક્તિગત આત્મસાધના એ તેની મુખ્ય અને મહત્વની પ્રવૃત્તિ છે. તેના નાયક શ્રી તીર્થંકર પરમાત્મા છે. તેમણે આત્મસાધનાનો રાહ ચીંધ્યો છે તે રાહે સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા ચાલે છે. સાધુ-સાધ્વી
જૈન સંઘમાં સાધુ-સાધ્વીનું વણલખ્યું માનવંતુ અને આદરણીય ઉચ્ચ સ્થાન છે. શ્રાવક અને શ્રાવિકાના તે આદર્શ અને આરાધ્ય છે.
જે કોઈ સ્ત્રી કે પુરુષ ઘરસંસારનો, કંચન અને કામિનીનો ત્યાગ કરીને પાંચ મહાવ્રત અંગીકાર કરે છે અને પોતાના માટેની નિયત આચારસંહિતાનું પાલન કરે છે તેઓ જૈન સાધુ અને જૈન સાધ્વી ગણાય છે. તેમના જીવનનું ચરમ અને પરમ ધ્યેય મોક્ષ-પ્રાપ્તિનું હોય છે. આ ધ્યેયને પ્રાપ્ત કરવા તેઓ પ્રતિપળ સાગપણે પ્રવૃત્ત રહે છે.
વ્યક્તિગત આત્મસાધનાની સાથોસાથ તેઓ ધર્મોપદેશ આપીને વિશાળ જનસમાજને સદાચાર તરફ વાળે છે. માનવયે રહેલા શુભ ભાવોને તેઓ જાગ્રત કરે છે. માનવ મનની નબળાઈઓને ખંખેરી નાંખવા માટે પ્રેરણા કરે છે. તેમના બધા જ ભાવ અને પ્રયત્ન માણસને ધર્મમય અને સંસ્કારમય બનાવવાના હોય છે. સંક્ષેપમાં કહીએ તો જૈન સાધુ-સાધ્વી નૈતિક, ધાર્મિક અને આધ્યાત્મિક મૂલ્યોનો પ્રચાર અને પ્રસાર કરે છે. તેમનું પોતાનું જીવન સાદું, સંસ્કારી અને સંયમી હોવાથી, સ્વયં નિ:સ્પૃહ અને નિરપેક્ષ હોવાથી તેમના ઉપદેશની અસર જનસમાજ ઉપર સચોટ હોય છે. પ્રવચન, વાર્તાલાપ, શિક્ષણ-શિબિર, ધ્યાન-શિબિર, જાપ, અનુષ્ઠાન, મહોત્સવ આદિ માધ્યમોથી ધર્મ, સમાજ અને રાષ્ટ્રના ચારિત્રનિર્માણનું પ્રશસ્ત કામ કરે છે. શ્રાવક-શ્રાવિકા
શ્રી તીર્થંકર પરમાત્માઓએ પ્રરૂપેલ બાર વ્રતનું પાલન કરનાર સ્ત્રી-પુરુષને શ્રાવક-શ્રાવિકા કહે છે. તેમની ભાવના પણ સકલ કર્મનો ક્ષય કરીને મુક્તિ પામવાની હોય છે. પરંતુ આ માટે ઘરસંસારનો ત્યાગ કરી સંપૂર્ણપણે આત્મભાવ અને આત્મધ્યાનમાં રહેવાની શક્તિ અને ક્ષમતા ન હોવાથી બાર વ્રતોનું યથાશક્ય પાલન કરે છે.
તેઓ સાધુ-સાધ્વીની પ્રેમપૂર્વક અને આદરથી ભક્તિ કરે છે. સાધુ-સાધ્વીની જ્ઞાનસાધના તેમજ
૩૧