________________
૩. ચણીબોર, જાંબુ જેવાં તુચ્છ ફળો ખાવાં. ૪. રાંધ્યા વિનાનાં કાચાં શાકભાજી ખાવાં.
૫. કાચો-પાકો આહાર કરવો. બીજા ગુણવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. ૩. અનર્થદંડ વિરમણ વ્રત
જે કાર્યો અને વ્યવહાર ન કરવાથી જીવનમાં ચાલે તેમ હોય તેવાં બિનજરૂરી ફાલતુ કાર્યો અને વ્યવહાર ત્યાગ કરવાનો નિયમ.
અતિચાર ૧. વૃત્તિ અને વિકારોને ઉત્તેજે અને ઉશ્કેરે તેવું વાંચવું-જોવું. ૨. શરીરની વિવિધ ને વિચિત્ર ચેષ્ટાઓ દ્વારા હસવું-હસાવવું, મજાક કરવી, ચાળા પાડવા. ૩. બિનજરૂરી બડબડ કરવું, ટોળટપ્પાં કરવાં, લબાડી હાંકવી. ૪. હિંસા કરવા માટે સાધનો અને શસ્ત્રો સુસજ્જ રાખવાં.
૫. ભોગોપભોગની વસ્તુઓનો જરૂરિયાતથી વધુ સંગ્રહ કરવો. ત્રીજા ગુણવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો.
આ વ્રતના અન્તર્ગત પંદર પ્રકારના કર્માદાનનો પણ શ્રાવક-શ્રાવિકાએ ત્યાગ કરવાનો છે. કર્માદાન એટલે જે કાર્યો કરવાથી કર્મો બંધાય તેવા ધંધા-રોજગાર.
૧. અંગાર કર્મ: જેમાં અગ્નિનો વધુ ઉપયોગ થતો હોય તેવા ધંધા-રોજગાર, દા.ત. ઈંટો
બનાવવાનો ધંધો, સાબુ બનાવવાનું કારખાનું, દીવાસળી, ફટાકડા બનાવવાનાં કારખાનાં, રસાયણો, ક્ષાર ભસ્મ વગેરે બનાવવાના ધંધા. ૨. વનકર્મઃ જેમાં વનસ્પતિનું છેદન-ભેદન મુખ્ય હોય તેવા ધંધા-રોજગાર. દા. ત. જંગલો
કપાવવા, ફળની છાલો-ગુંદર વેચવાનો ધંધો, ઘાસના બીડ રાખવાનો ધંધો વગેરે. ૩. શકટ કર્મઃ ગાડાં, ટાંગા, મોટરો, સ્કુટરો, મેટાડોર, બસ, સાયકલ વગેરે વાહનો બનાવવાનો,
વેચવાનો કે ભાડે આપવાનો ધંધો. ૪. ભાટક કર્મ: વાહનો તેમજ જાનવરો ભાડે આપવાનો ધંધો. ૫. સ્ફોટક કર્મ: તળાવ, કુવા, બોરિંગ, બોગદાં વગેરે ખોદી આપવાં, પથ્થરો ફોડાવવા વગેરે
ખોદકામના ધંધા. ૬. દંત વાણિજ્ય: હાથી દાંતનો વેપાર. કસ્તુરીનો વેપાર, પશુ-પંખીઓનાં ચામડાં અને પીછાંનો
વેપાર. ૭. લાક્ષા-વાણિજ્ય: ઘણા ત્રસ જીવોની હિંસા થાય તેવાં લાખ અને વિવિધ ક્ષારોનો વેપાર, દા.
ત. લાખ, સાબુ, સાજીખાર વગેરે બનાવવાનો ધંધો. ૮. રસ-વાણિજ્ય: મધ, માખણ, દારૂ, ઘી, તેલ વગેરેનો ધંધો. ૯. કેશ-વાણિજ્ય: માણસ તેમજ પશુ-પંખીઓના વાળ અને રુંવાટીનો વેપાર અથવા
સ્ત્રી-પુરુષને વેચવાનો (લોહીનો વેપાર) તેમજ ઢોરઢાંખર વેચવાનો વેપાર. ૧૦. વિષ-વાણિજ્ય: વિવિધ પ્રકારનાં ઝેર અને ઝેરી પદાર્થો તેમજ હિંસક શસ્ત્રો બનાવવાનો
અને વેચવાનો વેપાર. ૧૧. યંત્ર-પીલણ કર્મ: વિવિધ પ્રકારના મંત્રો ચલાવવાનો, વેચવાનો કે ભાડે આપવાનો વેપાર. ૧૨. નિલંછન કર્મ: પશુ-પંખીઓ તેમજ માણસોના અવયવો વીંધવાનો તેમજ તેમને નપુંસક
બનાવવાનો ધંધો. ૧૩. દવ-દાનવ કર્મ: દુશ્મનાવટથી કે ધંધા નિમિત્તે જંગલો કે ઘરોને અથવા અન્ય માલ-મિલ્કતને
આગ લગાડવાનો ધંધો. ૧૪. જલ-શોષણ કર્મ: તળાવ, નદી, કુવા, નહેર વગેરે જળાશયોને ખાલી કરાવી આપવાનો ધંધો. ૧૫. અસતીપોષણ કર્મ: આજીવિકા માટે કુટણખાના (વેશ્યાલય) ચલાવવા, પશુ-પંખીઓ રાખીને
તેમની પાસે ખેલ-તમાશા કરાવવા, માંસ-ઈંડા આદિનો વેપાર. ઘરસંસાર ચલાવતા આત્મસાધક શ્રાવકે ઉપર્યુક્ત પંદર પ્રકારના વ્યવસાયનો ત્યાગ કરવાનો હોય છે.
१३