________________
(૪૩) જિનેશ્વરની વાણી
અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકળ જગત હિત કારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો ! રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે.
ભક્તિનો ઉપદેશ
તોટક છંદ શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળ પંકિત કહી; જિન ભક્તિ ગ્રહો, તકલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લો. નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મન તાપ ઉતાપ તમામ મટે ; અતિ નિર્જરતા વણદામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લો. સમભાવી સદા પરિણામ થશે. જડ મંદ અધોગતિ જન્મ જ શે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લો.
o