SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦) અસંદિગ્ધ, અસંદષ્ટ, ન જોયેલું, અપૂર્વ) તમામ દુખોને સર્વથા (હીણાં) - ક્ષય કરવાના માર્ગરૂપ છે. એä ઠિયાવા- એમાં રહેલા જીવો, (એને શરણે ગએલા જીવો, એ માર્ગમાં સ્થિત જીવો.) સિઝંતિ - સિદ્ધ થાય છે. બુક્ઝતિ - (બોધ સહિત જ્ઞાન સહિત) બુદ્ધ થાય છે. મુવ્યંતિ – મુક્ત થાય છે. (સર્વ કર્મ રહિત થાય છે. તેમ થવાથી ફરી જન્મ ન ધારણ કરે) પરિણિવ્યાયંતિ - પરિનિર્વાણ પામે છે. (સહજ સ્વાભાવિક સુખ આનંદ અનુભવે છે). સવ્ય દુખ્ખાણમાં કરંતિ – સર્વ દુઃખનો અંત કરે છે, (તેમને દુઃખનો સર્વથા અભાવ થાય છે ) તંમાણાએ – (તો આજ્ઞા વડે) - તેની આજ્ઞા વડે. તહા ગચ્છામો – તે પ્રકારે ચાલિયે. તહા ચિટ્ટામો – તે પ્રકારે સ્થિતિ કરીયે. તહા શિસિયામો – તે પ્રકારે બેસીયે. તહા સુયટ્ટામો – તે પ્રકારે (પડખાં ફેરવીએ - પથારીમાં આળોટીયે) સૂઈ રહીએ. તહા ભેજામો – તે પ્રકારે (ભોજન કરીયે) – ભોગવીયે. તહા ભાસામો – તે પ્રકારે બોલિયે તહા અભુટ્ટામો – તે પ્રકારે (સાવધાનીથી પ્રવૃત્તિ કરીય) સન્મુખ થઈએ. તહા ઉઠ્ઠાએ – તે પ્રકારે ઉઠીને ઉભા થઈએ,) ઉદ્યમ કરીએ. ઉઠઠેમોત્તિ - તથા એ પ્રમાણે ઉઠીને. પાણાણે, ભૂયાણ, જીવાણું, સત્તાણું, સંજમેણં-સંજમામોત્તિ- જેથી* પ્રાણો, ભૂતો જીવો અને સત્ત્વોની સાથે સંયમપૂર્વક સંયમથી વર્તીએ. *પ્રાણો એટલે વિકલેન્દ્રિય જીવો, ભૂતો એટલે વનસ્પતિના જીવો; જીવો એટલે પંચેન્દ્રિય પ્રાણીઓ અને સત્ત્વો એટલે પૃથ્વી, પાણી, વાયુ અને અગ્નિના જીવો.
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy