________________
(૩૮)
સહજાત્મસ્વરૂપ પ્રભુ પ્રત્યે યાચના
સહાત્મસ્વરૂપ ટાળો ભવકૂપ, અખિલ અનુપમ બહુનામી; પ્રભુ નિષ્કામી, અંતરજામી, અવિચળધામી હે સ્વામી; જય જય જિનેન્દ્ર અખિલ અજેન્દ્ર, જય જિનચંદ્ર હે દેવા; હું શરણ તમારે આવ્યો દ્વારે, ચઢજો વ્હારે કરું સેવા; સુખશાંતિદાતા, પ્રભુ પ્રખ્યાતા, દિલના દાતા હે સ્વામી;
સહજાત્મસ્વરૂપ.૧
જય મંગળકારી બહુ ઉપકારી, આશ તમારી દિલ ધરીએ; અભયપદ ચહું છું, કરગરી કહું છું, શરણે રહું છું, સ્તુતિ કરીએ; આ લક્ષ ચોરાસી, ખાણ જ ખાસી, જઉં છું ત્રાસી હે સ્વામી; સહાત્મસ્વરૂપ.૨ નવ જોશો કદાપિ, દોષો તથાપિ, કુમતિ કાપી, હે ભ્રાતા; મુક્તિપદ દાતા, પ્રમુખ મનાતા, સન્મતિદાતા, હે ત્રાતા; કૃતિઓ નવ જોશો, અતિશય દોષો, સઘળા ખોશો, હે સ્વામી; સહજાત્મસ્વરૂપ.૩
હું પામર પ્રાણીનું દુ:ખ જાણી, અંતર આણીને તારો; ઘર ધંધાધાણી શીર લઈ તાણી, ભટક્યો ખાણી ભવખારો; મને રસ્તે ચઢાવો, કદી ન ડગાવો ચિત્ત રખાવો, દુ:ખવામી; સહજાત્મસ્વરૂપ.૪
ઉત્તમ ગતિ આપો, સદ્ધર્મ સ્થાપો, કિલ્વિષ કાપો હાથ ગ્રહી; પ્રકાશે પ્રતાપો, અખિલ અમાપો, ભવદુઃખ કાપો નાથ સહી; અવનીમાં તમારો સૌથી સારો જે શુભ ધારો સુખધામી;
સહજાત્મસ્વરૂપ.પ