________________
કિંકરની કંકર મતિ, શંકર તે સ્નેહે હરો,
શક્તિ શિશુને આપશો, તુજ જુક્તિ જાહેર છે,
નીતિ પ્રીતિ નમ્રતા, આર્ય પ્રજાને આપશો,
દયા શાંતિ ઔદાર્યતા,
સંપ જંપ વણ કંપ દે,
(૨૨)
વિનય વિનંતી રાયની, માન્ય કરો મહારાજ તે,
ભૂલ ભયંકર ભાન; ભયભંજન ભગવાન.
ભક્તિ મુક્તિનું દાન; ભયભંજન ભગવાન.
ભલી ભક્તિનું ભાન; ભયભંજન ભગવાન.
ધર્મમર્મ મનધ્યાન; ભયભંજન ભગવાન.
હર આળસ એદીપણું, હર અઘ ને અજ્ઞાન; હર ભ્રમણા ભારત તણી, ભયભંજન ભગવાન. તન મન ધન ને અન્નનું, આ અવનીનું કર ભલું,
દે સુખ સુધાસમાન; ભયભંજન ભગવાન.
ધરો કૃપાથી ધ્યાન; ભયભંજન ભગવાન.
*
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭