SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧) પ્રભુ પ્રાર્થના (દોહરા) ૧ જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન. નિત્ય નિરંજન નિત્ય છો, રંજન ગંજ ગુમાન; અભિનંદન અભિવંદના, ભયભંજન ભગવાન. ૨ ધર્મધરણ તારણતરણ, શરણ ચરણ સન્માન; વિજ્ઞહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન. ભદ્રભરણ ભીતિહરણ, સુધાઝરણ શુભવાન; ક્લેશહરણ ચિંતાચૅરણ, ભયભંજન ભગવાન. અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; અજર અમર અણજન્મ તું, ભયભંજન ભગવાન. ૫ આનંદી અપવર્ગી તું, અકળ ગતિ અનુમાન; આશિષ અનુક્રૂળ આપજે, ભયભંજન ભગવાન. નિરાકાર નિર્લેપ છો, નિર્મળ નીતિનિધાન; નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન. સચરાચર સ્વયંભૂ પ્રભુ, સુખદ સોંપજે સાન; સૃષ્ટિનાથ સર્વેશ્વરા, ભયભંજન ભગવાન. સંકટ શોક સકળ હરણ, નૌતમ જ્ઞાન નિદાન; ઈચ્છા વિકળ અચળ કરો, ભયભંજન ભગવાન. ૯ આધિ વ્યાધિ ઉપાધિને, હરો તંત તોફાન; કરુણાળું કરુણા કરો, ભયભંજન ભગવાન. ૧૦
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy