SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) ક્ષમા, ધૈર્ય, ઔદાર્યના જન્મસિંધુ, સદા લોકથી દીનના આપ બંધુ ન શક્તિ કશા કામમાંહિ અમારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ગુણી જ્ઞાનવંતા વિવેક વિચારો, મને આશરો એક ભાવે તમારો; દયાળુ હવે પ્રાર્થના લ્યો અમારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૬ અહો ! રાજચંદ્ર દેવ અહો ! રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું, તમે પતિતપાવન છો સ્વામી, હું તો લોભી લંપટ ને કામી, તે તો જાણો છો અંતરજામી. અહો ! રાજ. ૧ નથી જપ તપ સાધન કાંઈ કર્યું, નથી ચરણકમળમાં ચિત્ત ધર્યું, મન રેંટ તણી પેરે જાય ક્યું. અહો રાજ. ૨ મને મોહકટક લાગ્યું પૂંઠ, નિત્ય ઘેરીને મુજને લૂંટે, તમે છોડાવો પ્રભુ તો છું .. અહો ! રાજ. ૩ અહો ! ભાનુ સમાન પ્રગટ મણિ, મારા અનંત દોષ કાઢો ધણી, ક્ષણ દૃષ્ટિ કરો મુજ રંક ભણી. અહો ! રાજ. ૪
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy