________________
(૧૮) જયકાર શ્રી ગુરુદેવનો જન જગતમાંહિ ગજાવજો; શુભ ભક્તના જે ધર્મ, તે અતિપ્રેમ સાથે બજાવજો; ગુરુ ધર્મધારક, કર્મવારક, ધ્યાનમાં નિત્યે ધરું; સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું.
૭
શ્રી ગુરુરાજને પ્રાર્થના
દયાળુ દીનાનાથ અજ્ઞાનહારી, ખરા ચિત્તથી ધ્યાનમાંહિ વિહારી; ઘણા શિષ્યના આપ સંતાપહારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૧ કર્યો ક્રોધ તો ક્રોધને મારવાને; ધર્યો લોભ તો ધ્યાનને ધારવાને; મહા મોહહારી નિજાનંદધારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. સદા નિર્વિકારી મહા બ્રહ્મચારી, ન પહોંચે સ્તુતિમાં મતિ કાંઈ મારી; નિરાધાર આ બાલ માટે વિચારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૩ કદી નાથ સામું ન જોશો અમારા, તથાપિ અમે છીએ સદાએ તમારા; હવે આપ ઓ બાપ ! તારો વિચારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૪