SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) એકત્વભાવના (ઉપજાતિ) શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભોગવે એક સ્વ-આત્મ પોતે; એકત્વ એથી નયસુજ્ઞ ગોતે. (શાર્દૂલવિક્રીડિત) રાણી સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી; બૂઝ્યો ત્યાં કકળાટ કંકણતણો શ્રોતી નમિ ભૂપતિ; સંવાદે પણ ઇંદ્રથી દૃઢ રહ્યો, એકત્વ સાચું કર્યું; એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું. * અન્યત્વભાવના (શાર્દૂલવિક્રીડિત) ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં ભૃત સ્નેહીયો સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાત ના; ના મારાં ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના; રે ! રે ! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના; દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા; છાંડી રાજસમાજને ભરતજી, કૈવલ્યજ્ઞાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા; જ્ઞાનીનાં મન તેહ રંજન કરો, વૈરાગ્યભાવે યથા
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy