________________
(
ગુરુ પાસેથી ઊઠવું પડે, કોઈ શરીરના કે ધંધાના નિમિત્તે, તો..... “હે પ્રભુ ! આત્માર્થ સિવાય કોઈ પણ કામમાં મારું ચિત્ત ન રોકાઓ” એમ સર્વ પ્રકારની અભિલાષાઓથી રહિત થઈને ઊઠવું તે આસિકા. “હે ભગવાન ! ન છૂટકે મારે પરાણે ઊઠવું પડે છે.” આસિકા કહેતાં ઊઠવું પડે છે, જવું પડે છે.પણ જે કામ માટે ઊઠે તે કામમાં... પાંચ ઇંદ્રિયો અને ચાર કષાય મળી એ નવને વશ ન થાય, તેમને રોકે, તથા ચિત્તનાં પરિણામની વિશુદ્ધતા સાચવીને સંસારના કામ ઉદાસીનભાવે કરી પાછો આવે અને કહે કે “હે ભગવાન! હું પ્રવેશ કરું ?” એ નિષિદ્યકા.
શ્રી લઘુરાજ સ્વામી